Aadhaar Card Update: આધારકાર્ડ દરેક ભારતીય માટે એક જરૂરી દસ્તાવેજ છે. આધાર કાર્ડ ની જરૂર દરેક કામમાં પડે છે. આધારકાર્ડ વિના કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લઈ શકાતો નથી. મહત્વના દરેક દસ્તાવેજ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે. પરંતુ આધારકાર્ડ સાથે મોટાભાગના લોકોને એક સમસ્યા હોય છે. આધારકાર્ડમાં તેમનો ફોટો જૂનો હોય છે અને જે ખૂબ જ ખરાબ દેખાતો હોવાથી કોઈને આધાર કાર્ડ બતાવતા પણ શરમ આવે. આધારકાર્ડ માટે લીધેલો ફોટો ઘણી વખત એવો થઈ ગયો હોય છે કે તેમાં કોણ છે તેને ઓળખવું પણ મુશ્કેલ થઈ જાય. પરંતુ તમે ઓનલાઈન કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી આધાર કાર્ડ માં પોતાનો ફોટો બદલી શકો છો અને લેટેસ્ટ ફોટો અપલોડ કરી શકો છો. આજે તમને જણાવીએ કે ઓનલાઇન આધારકાર્ડ માં ફોટો અપડેટ કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Electric Air Taxi: આ છે દેશની પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી, જાણો કેટલું હશે ભાડુ


Sim Card ફીટ કરવાની આ રીત ઈંટરનેટ સ્પીડ 4 ગણી વધારશે


99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેનાથી ઘટે છે બેટરી લાઈફ, બદલો આ આદત તુરંત



આ સ્ટેપ્સને ફોલો કરીને અપડેટ કરો ફોટો


સૌથી પહેલા આધાર કાર્ડ માટેની અધિકારિક વેબસાઈટ પર જવું. 


ત્યાર પછી અપડેટ આધાર વિકલ્પ પર ક્લિક કરો.


આધાર નામાંકન ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં જરૂરી વિગતો ભરો. આ ફોર્મને નજીકના આધાર કેન્દ્રમાં જમા કરાવો. 


ત્યાં ઉપસ્થિત કર્મચારી બાયોમેટ્રિક માધ્યમથી આપેલા વિવરણની પુષ્ટિ કરશે. 


ત્યાર પછી કર્મચારી નવી તસવીર પર ક્લિક કરશે અને આધારકાર્ડ માટે ફોટો અપલોડ થઈ જશે. 


ફોટો અપલોડ કરવા માટે તમારે સો રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.


આધાર કર્મચારી તમને એક એકનોલોજમેન્ટ પહોંચ આપશે.


આ પ્રોસેસ કર્યા પછી 90 દિવસની અંદર તમારો ફોટો અપડેટ થઈ જશે.