Sim Card ફીટ કરવાની આ રીત ઈંટરનેટ સ્પીડ 4 ગણી વધારશે, HD ફિલ્મ પણ ગણતરીની સેકન્ડમાં થશે ડાઉનલોડ
Sim Card Hacks: સ્માર્ટફોનમાં ઘણી વખત ઇન્ટરનેટ એટલું સ્લો થઈ જાય છે કે તમે લાખ પ્રયત્નો કરો છતાં પણ ઇન્ટરનેટ સ્પીડ અને બુસ્ટ કરી શકાતી નથી. આ સમસ્યા ત્યારે વધારે નડે છે જ્યારે તમે ઇન્ટરનેટ સંબંધિત કોઈ મહત્વનું કામ કરતા હોય અને ઇન્ટરનેટની સ્પીડ ડાઉન થઈ જાય. પરંતુ જો તમે ઇન્ટરનેટની સ્પીડ વધારવા ઈચ્છો છો તો સીમકાર્ડનો ઉપયોગ કરીને તેને વધારી શકો છો. પરંતુ આ બાબતે ઓછા લોકોને જાણકારી હોય છે. સીમકાર્ડને યોગ્ય રીતે લગાડવાથી ઇન્ટરનેટ સ્પીડને ચાર ગણી વધારી શકાય છે.
સૌથી પહેલી જરૂરી બાબત એ છે કે સીમકાર્ડમાં કોઈ પણ પ્રકારની તિરાડ આવી ગઈ હોય તો એ સુનિશ્ચિત કરો કે તે સીમકાર્ડ ના સ્લોટમાં બરાબર રીતે ફિટ થાય. જો સીમકાર્ડ ફિટ નહીં હોય તો ઇન્ટરનેટ સ્પીડ સારી નહીં આવે.
સીમકાર્ડ ને બરાબર રીતે સાફ કરીને તેને પહેલા સ્લોટમાં લગાવો. જો સીમકાર્ડને તમે બીજા સ્લોટમાં લગાવો છો તો સ્પીડ ઘટી જશે. સીમકાર્ડ ને લગાવતા પહેલા ફોનની પણ સાફ કરી લેવી. જેથી સીમકાર્ડ બરાબર ફીટ બેસે.
જો તમે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડ સારી રહે તેવી ઈચ્છા રાખો છો. એચડી ફિલ્મ અને વિડિયો પણ ઝડપથી ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમે સીમકાર્ડ બરાબર રીતે લગાવેલું હોય.
કોઈપણ સ્માર્ટફોનમાં જ્યારે સીમકાર્ડ ઇન્સર્ટ કરો ત્યારે સીમકાર્ડ ની ટ્રેને બરાબર સાફ કરવી જોઈએ. કારણ કે સીમકાર્ડ ની ટ્રે માં ઘણી વખત ધૂળ અને ગંદકી હોય છે જેના કારણે સીમકાર્ડ રીડ કરવામાં સ્માર્ટફોન ને સમસ્યા થાય છે અને પરિણામે ઇન્ટરનેટ પણ સ્લો થઈ જાય છે.
જો તમે પ્રાઇમરી સીમને બીજા સ્લોટમાં નાખો છો તો પણ ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. તેથી પ્રાઈમરી સીમને હંમેશા પહેલા સ્લોટમાં જ રાખવું જોઈએ જેથી ઇન્ટરનેટની સારી સ્પીડ મળતી રહે.
Trending Photos