નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈલેક્ટ્રિક કારો (Electric Car) ની માગ વધી છે. ઈલેક્ટ્રીક વાહનોને સમગ્ર બજાર મોંઘા થયેલા પેટ્રોલના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહ્યાં છે. અને સરકાર પર્યાવરણના દ્રષ્ટિકોણથી ઈલેક્ટ્રિક વાહનો (Electric Car) તરફ વળી જવાની પણ અપીલ કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે ઈલેક્ટ્રિક કાર (Electric Car) ચાર્જ કરવા અને વીજળીના વપરાશ વિશે ચિંતિત છો, તો અમે તમારા માટે એક સારા સમાચાર લાવ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 કલાકમાં ફુલ ચાર્જ થશે આ SUV-
અમેરિકન કંપનીએ ભારતમાં એવી SUV કાર લોન્ચ કરી છે જે માત્ર 2 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, આ કાર 1200 કિલોમીટર સુધી ચાર્જિંગ વગર ચાલી શકે છે. Triton નામની ઈલેક્ટ્રિક કંપનીએ તેના H મોડેલને લોન્ચ કરી છે. જે લાંબી દૂરી પર જઈ રહેલા લોકો માટે એક પ્રકારની ભેટ છે. કારણ કે આ કારને લીધા પછી, તમે ચાર્જિંગની ચિંતા કર્યા વગર આરામથી તમારી મુસાફરી કરી શક્શો.

જો ઉંઘમાં આવે છે Sex ના સપના તો આ છે સંકેત, જરૂર વાંચજો નહીતર પસ્તાશો


SUV ઈલેક્ટ્રિક કારમાં 200kwhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જેમાં હાઈપર ચાર્જિંગનો વિકલ્પ છે. Tritonનો દાવો છે કે જો વાહન 2 કલાકમાં હાઈપર ચાર્જરથી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય તો તેને 1200 કિમી સુધી ચલાવી શકાય છે. આ સિવાય આ SUVની ખાસિયત એ છે કે 100kmphની સ્પીડ પકડવામાં કારને 3 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.

Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય


8 સીટર છે કાર-
Tritonનું H મોડેલ 7 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે અને કારની લંબાઈ 18 ફૂટની આસપાસ હશે. આ સિવાય 8 લોકો કારમાં ખૂબ જ આરામથી મુસાફરી કરી શક્શે. કંપનીના જણાવ્યા અનુસાર, તેને ભારત તરફથી 18,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન તેલંગાણામાં તૈયાર થઈ જશે. કંપની ભારતમાં સવા 200 કરોડથી વધુનું રોકાણ બનાવવાની યોજના બનાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube