જો ઉંઘમાં આવે છે Sex ના સપના તો આ છે સંકેત, જરૂર વાંચજો નહીતર પસ્તાશો

તમને ભર ઊંઘમાં કોઈ એવું સપનું (Dream) આવે છે? જેમાં તમે કોઈની સાથે શારીરિક સંબંધ (Relationship) બનાવી રહ્યા છો? લગભગ 97 ટકા લોકો ક્યારેક ને ક્યારેક આવા સપના (Dream) તો જરૂર જોતા હોય છે.

જો ઉંઘમાં આવે છે Sex ના સપના તો આ છે સંકેત, જરૂર વાંચજો નહીતર પસ્તાશો

નવી દિલ્હી: તમને ભર ઊંઘમાં કોઈ એવું સપનું (Dream) આવે છે? જેમાં તમે કોઈની સાથે શારીરિક સંબંધ (Relationship) બનાવી રહ્યા છો? લગભગ 97 ટકા લોકો ક્યારેક ને ક્યારેક આવા સપના (Dream) તો જરૂર જોતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ સપના કોઈ ખાસ વાત તરફ ઈશારા કરી રહ્યા છે?

સપનાના આ થાય છે અર્થ
સૂતી વખતે બધા સપના જોતા હોય છે. સપનામાં અનેક વાતો છૂપાયેલી હોય છે. અનેકવાર વીતેલી પળો સામે આવે છે. તો અનેકવાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થા છે જેને તમે મળવાની કોશિશ કરી રહ્યા છો. કે પછી જે વ્યક્તિથી તમે તમારા જીવનમાં ખુબ પ્રભાવિત છો. એક કંપનીના સર્વે મુજબ લગભગ 97 ટકા લોકોએ સપનામાં કોઈને કોઈ એવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા જ હોય છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સેક્સપર્ટ ટ્રેસી કોક્સ કહે છે કે આ સપનાના ખાસ અર્થ હોય છે. જો કે લોકો તેનાથી મળેલા ઈશારાને નજર અંદાજ કરતા હોય છે. કેટલાક સપનાના અહીં અમે તમને અર્થ બતાવી રહ્યા છીએ જે ખાસ જાણો. 
जिसे नापंसद करते हों, उसके साथ शारीरिक संबंध

કોઈની શોધનો સંકેત
સપના (Dream) માં કોઈ એવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવવા કે જેની તરફ અસલ જીવનમાં તમે ક્યારેય આકર્ષિત ન થયા હોવ ત્યારે એવું સપનું એ વાતનો સંકેત આપે છે કે તમે કોઈની શોધમાં છો, તે પૂરી થઈ નથી. એટલે કે તમે તમારા આઈડિયલ લવરને હજુ પણ શોધી રહ્યા છો. 

ઓળખીતા વ્યક્તિ સાથે સપનામાં શારીરિક સંબંધ બનાવવો
ઓળખીતા વ્યક્તિ સાથે શારિરિક સંબંધ બનાવવાનું સપનું આવે તો તેનો અર્થ એ છે કે તમે તમારા સાથે સાથે ખુશ નથી અને જે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવાના સપના જુઓ છો કઈંક એવા વ્યક્તિની ચાહત તમને રહે છે. તમે તે વ્યક્તિની પર્સનાલિટીથી ખુબ જ પ્રભાવિત છો. આ સંકેત છે કે તમે તમારી અને તે વ્યક્તિની ખાસિયતોમાં સમાનતાઓ જુઓ છો. 

એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધનું સપનું
એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે સંબંધનું સપનું: ખુબ સામાન્ય વાત છે કે લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં એક જેવું જ સપનું જોઈ શકે છે. પરંતુ આ પ્રકારનું સપનું તમને સંકેત આપે છે કે તમે જેનાથી દૂર થઈ ગયા છો તેનાથી દૂર જવાની ચાહત તમને હજુ પણ નહતી અને તમારા મનમાં હજુ પણ તેના માટે ઘણું બધુ છે. તમે કેટલીક ખાસ વાત તેને બતાવવા માંગો છો. જો આ એક સામાન્ય અને પ્રેમભર્યું સપનું છે તો કઈક કહેવાની ચાહત છે પરંતુ જો સપનામાં ઉગ્રતા જોવા મળે કે જબરદસ્તી કઈક કરવા જેવું હોય તો તેનો અર્થ છે કે તમે તમારા એક્સને દંડ આપવા માંગો છો. 

કોઈનો ચહેરો દેખાયા વગર સેક્સ કરવું
કોઈનો ચહેરો દેખાયા વગર વ્યક્તિ સાથે સેક્સ કરવાનું સપનું એ અન્ય સપના કરતા અલગ હોય છે. બહું રોમેન્ટિક થવાની જરૂર નથી. તેનો અર્થ એ ક્યારેય નથી કે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે તમે જે પ્રકારના સાથીની શોધ કરી રહ્યા છો તે તમને હજુ મળ્યો નથી. તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમે તે ખાસ પળોનો આનંદ લઈ શકતા નથી. 

કોઈ આદર્શવાદી મિત્ર સાથે સેક્સનું સપનું
કોઈ આદર્શવાદી મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવાનું સપનું આવે તો તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિ જેવી ખાસિયતો પોતાનામાં ઈચ્છો છો. 

સેલિબ્રિટી સાથે સેક્સ
કોઈ સેલિબ્રિટી સાથે શારીરિક સંબંધનું સપનું આવે તો તેનો અર્થ એ થયો કે તમને તે સેલિબ્રિટી પર ક્રશ છે. તમે ઈચ્છો છો કે દુનિયા તમને નોટિસ કરે. તમે તમારા જીવનમાં ગ્લેમર ઈચ્છો છો. 

અણગમતી વ્યક્તિ સાથે સેક્સનું સપનું
જે વ્યક્તિ ન ગમતી હોય તેની સાથે સેક્સ કરવાનું સપનું આવે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમે તે વ્યક્તિને દંડ આપવા માંગો છો. આવું નફરતની હદ પાર થઈ જાય ત્યારે થતું હોય છે. 

બોસ કે ટીચર સાથે સંબંધ બનાવવો
બોસ કે ટીચર સાથે સંબંધ બનાવવાનું જો સપનું આવે તો તેને અર્થ એ થતો હોય છે કે તમારા જીવનમાં તે વ્યક્તિનું ખાસ મહત્વ છે. આવામાં એ સામાન્ય છે કે તમને તે વ્યક્તિ સપનામાં જોવા મળે. આ સાથે જ તેનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમે તમારા કામ માટે તમારા અભ્યાસ માટે અટેન્શન ઈચ્છો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news