નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પને વિશ્વાસ છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેવનો પ્રકોપ ઓછો થતાં આગામી નાણાકીય વર્ષમાં ટુ-વ્હીલર સેક્ટર જોરદાર પુનરાગમન કરશે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 12.92 લાખ વાહનોનું વેચાણ કર્યું છે. Hero MotoCorp ને આ વર્ષે સામાન્ય બજેટમાં કરવામાં આવેલી વિવિધ જાહેરાતોથી ના ફક્ત રોજગાર અને આવક ચક્રની શરૂઆત થવાની આશા છે, પરંતુ ખાનગી ક્ષેત્રનો મૂડી ખર્ચ પણ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોન વેવ ધીમી પડી રહી છે
હીરો મોટોકોર્પના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) નિરંજન ગુપ્તાએ રોકાણકારોના કોલમાં જણાવ્યું હતું કે, "જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ, હું માંગની બાજુ વિશે વાત કરવા માંગુ છું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન રૂ. 1.4 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. રોગચાળાની ઓમિક્રોન લહેર ધીમી પડી રહી છે. અન્ય તમામ ક્ષેત્રો પણ હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. તેમણે કહ્યું કે કોલેજો ખુલવાની સાથે હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની સ્થિતિમાં ખાસ સુધારો થઇ રહ્યો છે.

ઘટશે પેટ્રોલના ભાવ! રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય


ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે
નિરંજન ગુપ્તાએ કહ્યું “અમે 2022-23માં મોટા પાયે વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. અમે બજેટ પણ જોયું છે. જેમાં પાછલા વર્ષની સરખામણીએ મૂડી ખર્ચમાં 35 ટકાનો વધારો થયો છે. આનાથી માત્ર રોજગાર અને આવકનું ચક્ર જ ખુલશે નહીં, પરંતુ ખાનગી રોકાણને પણ પ્રોત્સાહન મળશે." તેથી મને લાગે છે કે આ બધાની સંયુક્ત અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ટુ-વ્હીલર સેક્ટર પર નોંધપાત્ર હકારાત્મક અસર થવી જોઈએ. તેમણે કહ્યું કે કોમોડિટીના ભાવ સુધારેલ છે જે આગળ જતા ખર્ચના દબાણને ઘટાડવામાં મદદ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube