ઘટશે પેટ્રોલના ભાવ! રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઓઇલના વધતા જતા ભાવને રોકવા માટે ભારત તેના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થતાં વિશ્વમાં હોબાળો મચી ગયો છે. એક તરફ જ્યાં વૈશ્વિક શેરબજાર સતત ઘટાડા પર છે તો બીજી તરફ ક્રૂડ ઓઈલની વધતી કિંમત પણ અટકવાનું નામ લઈ રહી નથી. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર નજીકથી નજર રાખી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઓઇલના વધતા જતા ભાવને રોકવા માટે ભારત તેના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થતાં વિશ્વમાં હોબાળો મચી ગયો છે. એક તરફ જ્યાં વૈશ્વિક શેરબજાર સતત ઘટાડા પર છે તો બીજી તરફ ક્રૂડ ઓઈલની વધતી કિંમત પણ અટકવાનું નામ લઈ રહી નથી. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર નજીકથી નજર રાખી રહી છે.
ભારત કરી શકે છે જાહેરાત
રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે સરકાર સંભવિત પુરવઠા વિક્ષેપ પર પણ નજર રાખી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી રિલિઝ માટેની પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જેથી બજારમાં અસ્થિરતા ઓછી થઈ શકે અને ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારા પણ નિયંત્રિત કરી શકાય. જો કે, મંત્રાલયે હજુ સુધી તેની સંખ્યા અને સમય વિશે વિગતવાર માહિતી આપી નથી.
ભારત પાસે છે રિઝર્વ ઓઇલ
તમને જણાવી દઈએ કે હાલમાં ભારતના સ્ટ્રેટેજિક રિઝર્વ પાસે 5.33 મિલિયન ટન અથવા 39 મિલિયન બેરલ રાખવાની ક્ષમતા છે, જે કોવિડ પહેલા નાણાકીય વર્ષ 2020 ની વપરાશ પેટર્ન અનુસાર 9.5 દિવસ માટે પૂરતી છે. ગુરુવારે ક્રૂડ ઓઈલ 8 ટકાના જંગી વધારા સાથે 105 ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર કરી ગયું હતું. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ વધારો થયો છે. પરંતુ તે પછી તે ફરી $97 પ્રતિ બેરલ પર આવી ગયું.
અમેરિકા રિલિઝ કરશે રિઝર્વ ઓઇલ
અમેરિકાએ હાલ રિઝર્વ ઓઇલ છોડવાની વાત કરી છે. યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે કહ્યું હતું કે તેઓ એસપીઆરમાંથી મુક્તિ પર કેટલાક દેશો સાથે કામ કરી રહ્યા છે અને જો જરૂર પડશે તો વધારાના તેલના બેરલ રિલિઝ કરશે. ઇમરજન્સી રિઝર્વને રિલિઝ કરવાથી કિંમતો પર માત્ર અસ્થાયી અસર પડે છે. પરંતુ, કોઈપણ કિંમતમાં સરકારની આવી જાહેરાતથી બજાર પર સારી અસર જોવા મળે છે. જો વર્તમાનની વાત કરીએ તો બજારમાં ચોક્કસપણે ડર છે પરંતુ, અત્યાર સુધી ભૌતિક પુરવઠામાં કોઈ સમસ્યા સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં, યુએસ, ભારત, બ્રિટન, જાપાન અને કેટલાક અન્ય દેશોએ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ છોડવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે