Electricity Bill: દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેના ઘરનું લાઈટ બિલ ઓછુ આવે. પરંતુ તે થઈ શકતું નથી. ઘણા લોકો વીજળીના વધારે બિલથી પરેશાન હોય છે. તે વિચારતા હોય છે કે આખરે લાઇટ બિલ (Electricity Bill)ને લઈ રીતે ઘટાડવામાં આવે? દર મહિને લાઇટ બિલ વધારે આવે તો ચિંતા વધી જતી હોય છે. પરંતુ લાઇટ વગર આપણું કામ ચાલી શકે નહીં. તેનું કારણ છે કે ઘરમાં પંખા, ફ્રિઝ, ટીવી, હીટર, વોશિંગ મશીન, એસી જેવી તમામ રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ હોય છે. તે બધાના ઉપયોગથી લાઇટનું બિલ વધવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઇટ બિલ ઘટાડવા માટે ઘણા એવા ઉપાય છે. જેનું પાલન કરી તમે મોટી રકમ બચાવી શકો છો. અહીં અમે તમને કેટલાક ઉપાયો જણાવી રહ્યાં છીએ. જેનાથી તમે તમારૂ લાઇટ બિલ અડધુ કરી શકો છો.


ઘરમાં લગાવો LED બલ્બ
લાઇટ બિલ ઘટાડવા માટે તમારા ઘરમાં લાગેલી ટ્યૂબલાઇટને હટાવી LED બલ્બ લગાવી દેવો જોઈએ. બજારમાં 2 વોલ્ટથી લઈને 40 વોલ્ટ સુધીની કેપિસિટીના એલઈડી બલ્બ ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે તે લઈ શકો છો. તેનાથી તમારૂ લાઇટ બિલ ઘટી શકે છે. જો ફ્રિઝ ખાલી રહે છે તો તેનાથી વધુ વીજળીનો ઉપયોગ થાય છે. તેથી ફ્રિઝમાં હંમેશા વસ્તુઓ રાખો. સાથે ફ્રિઝને હંમેશા નોર્મલ મોડ પર રાખવાથી લાઇટની બચત થાય છે. ઘણા લોકો રાત્રે સૂવા સમયે લાઇટો ચાલૂ રાખી દેતા હોય છે. તમારે લાઇટ બિલ બચાવવું હોય તો ઘરમાં બિનજરૂરી લાઇટો ચાલુ રાખવી જોઈએ નહીં. 


આ પણ વાંચોઃ નવા વર્ષમાં ધમાકો થશે, નવી Creta અને Swift સહિત આ 5 શાનદાર કાર થશે લોન્ચ


જૂના ફેન હટાવી લગાવો BLDS ફેન
જો તમારા ઘરમાં જૂના ફેન લાગેલા છે તો તત્કાલ તેને બદલી નાખવા જોઈએ. આ ફેન 100થી 140 વોલ્ટના હોય છે. જ્યારે બજારમાં નવી ટેક્નોલોજીના BLDS ફેન આવી ગયા છે. તે 40 વોલ્ટ સુધીના હોય છે અને વીજળી ઓછી વાપરે છે. 


સોલર પેનલ
સોલર પેનલથી મળતી સૌર ઉર્જાનો ઉપયોગ કરો. તમે ઘરમાં સોલન પેનલ લગાવી તમારી વીજળીની જરૂરીયાત પૂરી કરી શકો છો. સોલર પેનલ લગાવી દિવસમાં લાઈટ બિલ બચાવી શકો છો. સરકાર તરફથી સોલર પેનલ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ શાનદાર કેમેરા અને દમદાર ફીચર્સથી લેસ છે આ 5 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી નીચે


ઈન્વર્ટર એસીનો ઉપયોગ કરો
જો તમારા ઘરમાં નોર્મલ વિન્ડો કે સ્પિલ્ટ એસી છે તો તમારે તેને હટાવી ઈન્વર્ટર એસી લગાવી લેવું જોઈએ. ઈન્વર્ટર એસીથી લાઇટ બિલ ઓછુ આવે છે. હકીકતમાં ઈન્વર્ટર એસીમાં એવી સિસ્ટમ આપવામાં આવી છે. જેનાથી લાઇટનો ઉપયોગ ઓછો થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube