નવા વર્ષમાં ધમાકો થશે, નવી Creta અને Swift સહિત આ 5 શાનદાર કાર થશે લોન્ચ
નવા વર્ષની શરૂઆત થવાની છે અને આ સાથે કાર બજારમાં નવી-નવી ગાડીઓની એન્ટ્રી થવાની છે. તેવામાં વર્ષ 2024ના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરીમાં કિઆ મોટર્સ, હ્યુન્ડઈ મોટર, મારૂતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ પોતાની પોપુલર કારોના ફેસલિફ્ટેડ અને અપડેટેડ મોડલને લોન્ચ કરવાની છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2024ના પ્રથમ મહિના જાન્યુઆરીમાં નવી કારોની ભરમાર લાગવાની છે અને તેમાં કેટલીક એસયુવી છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છો. આગામી વર્ષે પહેલા મહિનામાં હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટ, કિઆ સોનેટ ફેસલિફ્ટ, મહિન્દ્રા એક્સયુવી300 અને એક્સયુવી 400 ના ફેસલિફ્ટેડ મોડલ લોન્ચ થઈ શકે છે. આ સાથે એક કારના અપડેટ થવાની લાખો લોકો રાહ જોઈ રહ્યાં છે, તે છે દેશની ટોપ સેલિંગ કારોમાંથી એક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ. તો આવો તેના વિશે વિસ્તારથી જાણીએ..
હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટ
હ્યુન્ડઈ ક્રેટા દેશની ટોપ સેલિંગ મિડસાઇઝ એસયુવીમાંથી એક છે અને દર મહિને તે ટોપ 10 કારોની લિસ્ટમાં રહે છે. લાંબા સમયથી આ એસયુવીના ફેસલિફ્ટ મોડલની લોકો રાહ જોઈ રહ્યાં છે અને હવે આગામી મહિને 16 જાન્યુઆરીએ તેના પરથી પડદો ઉઠવાનો છે. નવી ક્રેટા ફેસલિફ્ટમાં સારો પાવર, પરફોર્મંસ, લુક-ડિઝાઇન અને ફીચર્સની સાથે એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટેન્સ સિસ્ટમ જોવા મળી શકે છે.
કિઆ સોનેટ ફેસલિફ્ટ
કિઆ મોટર્સે આ વર્ષે પોતાની સેલ્ટોસ એસયુવીને અપડેટ કરી અને આ મહિનાની 14 તારીખે સોનેટના ફેસલિફ્ટેડ મોડલનું ગ્લોબલ અનવીલિંગ થવાનું છે. ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેની કિંમતનો ખુલાસો થઈ શકે છે. કિઆ સોનેટ ફેસલિફ્ટ શાનદાર ડિઝાઇન અને ફીચર્સની સાથે આવવા તૈયાર છે અને તે પોતાના સેગમેન્ટમાં ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી સાથે હ્યુન્ડઈ મોટર્સ સાથે ટકરાશે.
નવી જનરેશન મારૂતિ સુઝુકી સ્વિફ્ટ
મારૂતિ સુઝુકી સ્વિફ્ટના અપડેટેડ મોડલની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરી શકાય છે. નવી જનરેશન સ્વિફ્ટમાં નવુ પાવરફુલ એન્જિન, દમદાર માઇલેજ અને ફીચર્સની સાથે ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે.
મહિન્દ્રા એક્સયુવી 300 ફેસલિફ્ટ
મહિન્દ્રાની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી એક્સયુવી300 ના અપડેટેડ મોડલની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ના પ્રથમ મહિનામાં તેને ભારતીય બજારમાં રજૂ કરી શકાય છે. એક્સયુવી300 ફેસલિફ્ટના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં ફેરફાર જોવા મળશે, સાથે તેની ફ્યૂલ એફિસિએન્સીને વધારવા પર ભાર આપી શકાય છે.
અપડેટેડ મહિન્દ્રા એક્સયુવી400
મહિન્દ્રાની એકમાત્ર ઈલેક્ટ્રિક એસયુવી એક્સયુવી400ને પણ આગામી વર્ષની શરૂઆતમાં અપડેટ કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સારી રેન્જ અને ફીચર્સ પર ફોકસ કરવામાં આવશે, જેનાથી તે ટાટા નેક્સોન ઈવી અને એમજી જેડએસ ઈવીને ટક્કર આપી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે