નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ સતત વધતુ જોવા મળી રહ્યું છે. દેશમાં લોકો રોજે રોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ માટે Google pay, Paytm, Phonepe  જેવા મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરે છે. એક તરફ જ્યાં આ બધી જ એપે રૂપિયાની લેવડ દેવડનું કામ આસાન કર્યું છે. પરંતુ સાયબર આરોપીઓ સમયાંતરે આ જ એપ્લિકેશનથી લોકોના રૂપિયા લૂંટી લે છે. પરંતુ કેટલીક એપ્સ એવી પણ છે જે આપની ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં ઉભા થતાં ખતરાને ટાળે છે. આ એપ્સ કઈ છે  તે જાણવુ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં 2500માં નોકરી કરતો તારક મહેતાનો ‘બાઘો’ આજે એક એપિસોડના એટલાં પૈસા લે છેકે... 


તરત જ ડિલીટ કરો આ App:
રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જો તમે તમારા સ્માર્ટફોનમાં Cake VPN, Pacific VPN, eVPN, BeatPlayer, BeatPlayer, QR/Barcode Scanner MAX, eVPN, Music Player અને  tooltipnatorlibrary  એપ ઈન્સ્ટોલ કરી છે, તમારા ફોનને નુકસાન થઈ શકે છે. આ બધી જ એપ્સ જો તમારા સ્માર્ટફોનમાં હોય તો તરત જ તેને ડિલીટ કરી દો. હૈકર્સ આ બધી જ એપ્સના માધ્યમથી તમારી બેન્ક ડિટેલ્સ ચોરી કરી શકે છે.


કોરોનાને કારણે લગ્ન ઈચ્છુક કન્યાએ જાહેરાતમાં એવી ડિમાન્ડ કરી દીધી કે, તે જોત જોતામાં વાયરલ થઈ ગઈ


આવી રીતે થાય છે ડેટાની ચોરીઃ
આ બધી જ મૈલિશિયસ એપ્સ એન્ડ્રોઈડ એપ્સ છે. આ યુઝરના સ્માર્ટફોમાં AlienBot Banker અને  MRATને ઈન્સ્ટોલ કરે છે. AlienBot એક માલવેર છે. જો ફાયનાનશિયલ એપ્સને હેક કરી શકે છે. આનાથી બેન્કિંગ ડિટેલ્સ ચોરી થઈ શકે છે. આ હૈકર્સ એટલા સ્માર્ટ હોય છે કે તે ગુગલને પણ દગો આપીને બચીને નીકળી જાય છે. એટલુ જ નહીં પણ આ લોકો ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન કોડને પણ હેક કરવામાં સક્ષમ હોય છે.


પોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો


આવ વાતનું ધ્યાન જરૂર રાખોઃ
સ્માર્ટફોનથી આપ ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો હંમેશા ઓફિશિયલ એપ્સથી કરો. એપ્સને કંપનીની વેબસાઈટ પર આપેલી લિંકથી જ ડાઉનલોડ કરો. સ્માર્ટફોન અને એપ્સને સમય સમય પર અપડેટ કરો. ફાયનાનશિયલ એપ્સને લોક રાખો. કોઈ પણ થર્ડપાર્ટી એપને ડાઉનલોડ કરવાથી બચો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube