કોરોનાને કારણે લગ્ન ઈચ્છુક કન્યાએ જાહેરાતમાં એવી ડિમાન્ડ કરી દીધી કે, તે જોત જોતામાં વાયરલ થઈ ગઈ

દુનિયામાં અનેક અજીબોગરીબ ઘટના બનતી હોય છે, હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને જાણી તમે પણ વિચારમાં પડી જશો કે લગ્ન માટે ન્યૂઝપેપરમાં છપાતી જાહેરાતમાં કોઈ આવી ડિમાન્ડ પણ કરે. સોશિયલ મીડિયામાં હાલ યુવતીએ આપેલી જાહેરાતની ખબર વાયરલ થઈ રહી છે.

કોરોનાને કારણે લગ્ન ઈચ્છુક કન્યાએ જાહેરાતમાં એવી ડિમાન્ડ કરી દીધી કે, તે જોત જોતામાં વાયરલ થઈ ગઈ

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેર સમગ્ર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં લગ્ન પ્રસંગો, આપણી ધાર્મિક વિધિ, રીત-રિવાજો દરેક પર તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. એજ કારણ છેકે, હવે લોકો પહેલાં કરતા વધારે સતર્ક થઈ ગયા છે.

દુનિયામાં અનેક અજીબોગરીબ ઘટના બનતી હોય છે, હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને જાણી તમે પણ વિચારમાં પડી જશો કે લગ્ન માટે ન્યૂઝપેપરમાં છપાતી જાહેરાતમાં કોઈ આવી ડિમાન્ડ પણ કરે. સોશિયલ મીડિયામાં હાલ યુવતીએ આપેલી જાહેરાતની ખબર વાયરલ થઈ રહી છે. 4 જૂન 2021ના દિવસે ન્યૂઝપેપરમાં મેટ્રીમોનિયલ એડવર્ટાઈઝમેન્ટ છપાઈ જેમાં લગ્નવાંચ્છુક યુવતીએ અજીબોગરીબ ડિમાન્ડ કરી છે. જાહેરાતમાં એક સેલ્ફ એમ્પલોઈડ કેથૈલિક મહિલાએ પોતાના ધર્મના કોઈ યુવક સાથે લગ્ન માટે જાહેરાત આપી. આ જાહેરાતમાં એક અલગ જ પ્રકારની શરત મૂકી

યુવતીએ એવી જાહેરાત કરી કે તેને કોવિશિલ્ડ વેક્સીનના બંને ડૉઝ લીધા છે અને તે એવા વરની શોધમાં છે જેને કોવિશિલ્ડ વેક્સીન જ લીધી હોય. હવે યુવતીએ આપેલી આવી જાહેરાત બાદ આ જાહેરાત વાયુવેગે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈ એને હળવી મજાક ગણાવી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છેકે, યુવતીની ડિમાન્ડ ખોટી નથી.

શશી થરૂરે ટ્વીટ કરીને આપી જાણકારી:
કોંગ્રેસ સાંસદ શશી થરૂર પોતાની વાકછટા, શબ્દાવલી અને ડિબેટ થકી વિરોધીઓને જવાબ આપવા માટે ઘણા પ્રખ્યાત છે. શશી થરૂરે ઘણીવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઘણીવાર ટ્વીટ કર્યુ છે. ઘણીવાર તેઓ મજાકિયા ટ્વીટ પણ કરી દેતા હોય છે. ત્યારે સાંસદ શશી થરૂરે આ ઘટના પર મજેદાર ટ્વીટ કર્યું

શશી થરૂરે ટ્વીટ કર્યું કે- વેક્સીન લીધેલી યુવતીએ વેક્સીન લગાવી ચૂકેલા યુવકની કરી માગ, એમાં કોઈ નવાઈ નથી કે લગ્નની ગિફ્ટ એક બુસ્ટર શોટ હશે. શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news