Musicaly એપને ટક્કર આપવા માટે ફેસબુક લાવ્યું આ નવુ ફીચર
સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુકે હવે આવુ ફીચર રજૂ કર્યું છે જેને લિપ સિંક લાઇવ નામ આપ્યું છે.
નવી દિલ્હીઃ મ્યૂઝિકલી એપ કેટલાક સમયથી વિશ્વમાં પોપ્યુલર થઈ રહી છે. આ એપમાં ગીત હોય છે જેના પર લિપ્સિંગ કરવામાં આવે છે અને આ નાના વીડિયોના ફોર્મમાં હોય છે. આ સેલ્ફી બેસ્ડ વીડિઓ છે જે પોપ્યુલર હોઈ છે. મ્યૂઝિક જ નહીં પરંતુ ફિલ્મી ડાયલોગ્સ પણ હોઈ છે.
સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુકે હવે આવુ ફીચર રજૂ કર્યું છે જેને લિપ સિંક લાઇવ નામ આપ્યું છે. તેનો કોન્સેપ્ટ તેવો જ છે જેમ મ્યૂઝિકલી એપમાં છે. તેમાં પણ ઘણા ગીતોને સપોર્ટ આપવામાં આવશે જેને તમે લિપ્સિંગ કરીને સેલ્ફી વીડિયો બનાવી શકો છો.
હાલમાં ફેસબુક તેને કેટલિક જગ્યાએ ટેસ્ટ કરી રહી છે અને આવનારા સમયમાં તેને ગ્લોબલ લોન્ચ કરી શકે છે. રિપોર્ટસ પ્રમાણે આ ફીચર લાઇવ વીડિયો શરૂ કરવા સમયે મળશે. અહીં તમે લિસ્ટમાંથી ગીત પસંદ કરી શકો છો અને બીજા કસ્ટમાઇજેશન માટે ડિસ્ક્રિપ્શન પણ એડ કરી શકો છો. બ્રોડકાસ્ટ કરતા સમયે મિત્રોને તમે અને તે ગીત દેખાશે અને તમે લિપ્સિંગ કરતા દેખાશો.
રિપોર્ટ્સ પ્રમાણે આ ફીચરમાં આવનારા સમયમાં વધુ ઓપ્શન જોડવામાં આવશે. બની શકે કે, તેને જલ્દી ભારતીય યૂજર્સ માટે લાવવામાં આવે, કારણ કે મ્યૂઝિકલી એપ ભારતમાં ખૂબ પોપ્યુલર છે અને ખાસ કરીને લોકો તેને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરે છે.