નવી દિલ્હી: ચાઇનીઝ એપ ટિકટોકની ગેરહાજરીમાં લાખો ભારતીય તેમની ક્રિએટિવિટી દેખાડવા માટે નવા મંચને શોધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી ફેસબુકે તેની શોર્ટ વીડિયો મેકિંગ એપ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ભારતમાં શરૂ કરી છે. રીલ્સ ટેબ નેવીગેશન બાર પર એક નવી ટેબ હશે, જે ઇન્સ્ટાગ્રામમાં એક્સપ્લોર ટેબને રિપ્લેશ કરશે. રીલ્સ ટેબ નેવિગેશન બારમાં એક નવી ટેબ છે એટલા માટે આ સુવિધા હવે એક્સપ્લોરમાં એક યૂનિટમાં નહીં હોય, જેમ કે પહેલા હતી. રીલ્સના માધ્યમથી તમે 15 સેકન્ડની મલ્ટીક્લિપ વીડિયો અને ઓડિયો રેકોર્ડ તથા એડિટ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Samsung એ લોન્ચ કર્યું પ્રથમ 5G પાવર સાથે ફ્લેક્સીબલ લેપટોપ


સાથે જ તમે તેમાં નવી ઇફેક્ટ્સ અને ક્રિએટિવ ટૂલ્સના માધ્યમથી વેલ્યૂ એડિશન કરી શકો છો. ફોટો શેરરિંગ પ્લેટફોર્મ-ઇન્સ્ટાગ્રામે આ મહિનાની શરૂઆતમાં રીલ્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. ફેસબુક ઇન્ડિયાના ડિરેક્ટર (પાર્ટનરશિપ્સ) મનીષ ચોપડાએ કહ્યું, ભારત પ્રથમ એવો દેશ છે, જ્યાં અમે રીલ્સ શરૂ કરી રહ્યાં છે. અમે અહીં ઘણી ક્રિએટિવિટી જોઇ છે.


અમને આશા છે કે, લોકો રીલ્સનો આનંદ માણશે. ટેમમાં માત્ર રિલ્સ જ દેખાશે અને તેમાં એક શ્રેષ્ઠ ઓટો-પ્લેઇંગ વીડિયો હશે. એક્સપ્લોર ટેબ ઇન્સ્ટાગ્રામમાં તમારા ફીડના ટોપની જમણી બાજુ મળશે. રીલ્સ ટેબ લોકોને નવા ક્રિએટર્સને સરળતાથી શોધવામાં મદદ કરશે.


આ પણ વાંચો:- PUBG સિવાય Ludo પર પણ પ્રતિબંધ, લિસ્ટમાં સામેલ છે પોપ્યુલર એપ્સ


રીલ્સને હજી યૂરોપમાં શરૂ કરવામાં આવી નથી. ટિકટોકના ગયા બાદ ઇન્સ્ટાગ્રામ રીલ્સ યુવા ભારતીયોની સૌથી પ્રિય એપ નબી ગઇ હતી. એક અભ્યાસ અનુસાર, 18થી 29 વર્ષની વચ્ચે 10માંથી 7 ભારતીય તેને પસંદ કરે છે તેમનું કહેવું છે કે, વીડિયો શેરિંગ પ્લેટફોર્મ તરીકે ઉપયોગમાં લાવવામાં આવે.


ટિકટોક ચીની એપ છે અને તેના પ્રતિંબધ થયા બાદ ભારતીય ભારતમાં બનેલી અથવા સીધી રીતે નોન ચાઇનીઝ એપ્સનો ઉપયોગ કરવા માંગે છે. 68 ટકા ટિકટોક કન્ટેન્ટ ક્રિએટર્સનું કહેવું છે કે, તે આવનારા સમયમાં ભારતીય અથવા નોન ચાઇનીઝ વીડિયો શેરિંગ એપ ઉપયોગમાં લાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર