Samsung એ લોન્ચ કર્યું પ્રથમ 5G પાવર સાથે ફ્લેક્સીબલ લેપટોપ
દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) એ પોતાનું પ્રથમ 5G ટેક્નોલોજીવાળું ફ્લેક્સીબલ લેપટોપ લોન્ચ કરી દીધું છે. આ લેપટોપમાં ઇન્ટેલનું લેટેસ્ટ 11મી જનરેશનવાળું કોર પ્રોસેસર પણ છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) એ પોતાનું પ્રથમ 5G ટેક્નોલોજીવાળું ફ્લેક્સીબલ લેપટોપ લોન્ચ કરી દીધું છે. આ લેપટોપમાં ઇન્ટેલનું લેટેસ્ટ 11મી જનરેશનવાળું કોર પ્રોસેસર પણ છે, જોકે એડવાન્સ કોમ્યુટિંગમાં લોકોને ખૂબ મદદ કરશે. લેપટોપની બેટરી પણ લાંબા સમય સુધી ચાલે છે.
વાઇફાઇ 6 ઉપલબ્ધ
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 2-ઇન-1 ગેલેક્સી બુક ફ્લેક્સ 5G, ઇન્ટેલ આઇરિસ એક્સ ગ્રાફિક્સ સાથે 11મી જનરેશન ઇન્ટેલ કોર મોબાઇલ પીસી ચિપ દ્વારા સંચાલિત છે, જેમાં વાઇ-ફાઇ 6 અને 5G કનેક્ટિવિટી છે. આ ડિવાઇસમાં 13MP નો વિશ્વ-સ્તરીય કેમેરો અને એસ પેન પણ છે.
મિનચોલ લી, જોકે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં નવા કોમ્યુટિંગબિઝ ગ્રુપની કોર્પોરેટ વીપી અને હેડ છે, તેમણે કહ્યું કે 'ઇન્ટેલ સાથે અમારા નજીકના સહયોગની મદદ કરી, ગેલેક્સી બુક ફ્લેક્સ 5G યૂઝર્સને એક શક્તિશાળી પ્રદર્શન, નેકસ્ટ જનરેશન કનેક્ટિવિટી, સહજ ઉત્પાદકતા અને પ્રીમિયમ મનોરંજન સુવિધાઓ પુરી પાડે છે.
ફ્રન્ટ ફેસિંગ કેમેરો
ગેલેક્સી બુક ફ્લેક્સ 5G ઝી બ્રાઇટ અને શાનદાર તસવીરો પુરી પાડે છે, જ્યારે 60 ફ્રેમ પ્રતિ સેકન્ડ સુધીની ગેમ લોકો રમી શકે છે. ગેલેક્સી બુક ફ્લેક્સ 5Gમાં એક 720p ફ્રન્ટ ફેસિંગ કેમેરો પણ છે.
આ લેપટોપનું વજન 1.26 કિલોગ્રામ છે, જેની સાથે ઉચ્ચ ક્ષમતાની 69.7 વોટ બેટરી પણ છે. આ લેપટોપમાં 16GBની મેમરી અને 512 GB સ્ટોરેજ છે. ગેલેક્સી બુક ફ્લેક્સ 5G એસ પેન સહિતની વિશેષતાઓ સાથે આવે છે. જે યૂઝર્સને પોતાના અન્ય ગેલેક્સી ઉપકરણો સાથે વાતચીત કરવાની પરવાનગી આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે