નવી દિલ્હી: સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook) ટૂંક સમયમાં તેના યૂઝર્સ માટે વધુ એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચર અનુસાર હવે યૂઝર્સને જેટલી પણ સોશિયલ સાઇટ પર પેડ ન્યૂઝ આપવામાં આવશે, તેનું સબ્સ્ક્રિપ્શન્સ મળશે. તેના માટે યૂઝર્સને તેમના પેવોલ પર નહીં જવું પડે. એક રિપોર્ટ અનુસાર ન્યૂઝ પબ્લિશર્સને ઘણો ફાયદો થવાની આશા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- એરટેલના આ પ્લાનમાં તમને મળશે ફ્રી ડેટા, રિચાર્જ પર 6 જીબી સુધીનો ફાયદો


પોસ્ટ પર કરી શકશે કંટ્રોલ
ફેસબુક તેના કોમેન્ટ સેક્શન માટે ઘણી પોપ્યૂલર છે. લોકો પોસ્ટ દ્વારા તેમના આઇડિયા શેર કરે છે, જેના પર કોમેન્ટ દ્વારા લોકોની વ્ચેચ ઇન્ટરેક્શન પણ વધે છે. પરંતુ, ઘણી વખત પોસ્ટ પર કોમેન્ટ સેક્શનમાં ખોટી કોમેન્ટ પણ કરવા લાગે છે. તેમાં ખોટી ભાષાનો પણ ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઉપરાંત, લોકો તેને ચર્ચા કરવાની જગ્યા તરીકે સમજે છે.


આ પણ વાંચો:- WhatsApp પર માત્ર ચેટિંગ નહીં, મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકો છો, જાણો કેવી રીતે


એવામાં જો તમે ઇચ્છો છો કે, જે લોકો તમને પસંદ નથી કરતા, તે તમને કોમેન્ટ ન કરી શકે, તો તે સરળ થઇ શકે છે. આ પ્રકારે તમે ટ્રોલ્સ કરતા લોકો અથવા ખોટી ચર્ચાથી બચી શકો છો. જો કે, તેના માટે ફેસબુક પર કોઇ ડેડિકેટેડ ફીચર નથી. પરંતુ કેટલીક ટ્રિક્સ છે જેના દ્વારા એવું કરી શકાય છે.


ફેસબુક પોસ્ટ (Facebook post) પર કોમેન્ટનો રિપ્લાય કરવાથી કોઇને રોકવા માંગો છો, તો તે સરળ છે. તેના માટે ક્યાં તો તમે તમારી કોમેન્ટ છુપાવી (hide) શકો છો અથવા બીજાની કોમેન્ટને પણ એક સાથે હાઇડ કરી શકો છો.


આ પણ વાંચો:- ધમાકેદાર વાપસી માટે તૈયાર Micromax, લોન્ચ કરશે 20 નવા સ્માર્ટફોન


પોસ્ટને કરી શકો છો હાઇડ
જો તમને તમારી ફેસબુક પોસ્ટ પર કોઇની કોમેન્ટ પસંદ નથી આવી રહી, તો તમે તેને હાઇડ કરી શકો છો. ત્યારબાદ ફ્રેન્ડ લિસ્ટ (friend list)માં હાજર લોકો ત્યાં કોમેન્ટ જોઇ શકશે નહીં. તેના માટે તમારે ફેસબુક પોસ્ટના કોમેન્ટ સેક્શન પર જવું પડશે, ત્યારબાદ કોમેન્ટ પર થોડીવાર પ્રેસ કરીને રાખો, ત્યાં તમને હાઇડ કોમેન્ટનું ઓપ્શન જોવા મળશે. હવે તમે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તે કોમેન્ટ હાઇડ થઇ જશે. જો તમે ઇચ્છો છો કે, તે કોમેન્ટ ફરી દેખાય, તો તમારે ફરીથી તે કોમેન્ટ પર થોડીવાર ટેપ કરીને રાખવું પડશે અને ત્યારબાદ અનહાઇડ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર