નવી દિલ્હીઃ ભારતમાં ફેલાઇ રહેલા ખોટા સમાચાર (ફેક ન્યૂઝ)ને રોકવા અને ઉચ્ચ ગુણવત્તાનું પત્રકારત્વની ખાતરી કરવાના પ્રયાસ હેઠળ ફેસબુકે ગુરૂવારે દેશમાં પોતાની પ્રથમ ભાગીદારી હેઠળ ચેન્નઈમાં સ્થિત એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમ (એસીજે) સાથે કરાર કરવાની જાહેરાત કરી. દુનિયાભરમાં ઉચ્ચ ગુણવત્તાનું પત્રકારત્વ વિકસિત કરવા માટે ગત વર્ષે શરૂ કરવામાં આવેલી ફેસબુક પત્રકારત્વ પરિયોજનાના ભાગ તરીકે આ કરાર મુજબ એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુક કરશે શિક્ષિત
ફેસબુકના ન્યૂઝ પાર્ટનરશિપના વૈશ્વિક પ્રમુખ કેપબેલ બ્રાઉને કહ્યું, એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમ સાથે અમારી સમજુતી ભવિષ્યના પત્રકારોને પ્રશિક્ષિત કરીને પત્રકારત્વનું વાતાવરણ બનાવવા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું કે, એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભાગીદાર બનીને ફેસબુક પત્રકારત્વના છાત્રોને ડિજિટલ યુગમાં તથ્ય આધારિત ઉચ્ચ પ્રામાણિક પત્રકારિતા માટે પ્રશિક્ષિત પણ કરી શકશે. 


વિદ્યાર્થીઓનો વધશે પ્રાયોગિક અનુભવ
ફેસબુક છાત્તવૃત્તિ કાર્યક્રમ હેઠળ એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પત્રકારત્વના ચાર ક્ષેત્રો, પ્રિન્ટ, ન્યૂ મીડિયા, રેડિયો અને ટીવી પત્રકારત્વના પાંચ વિદ્યાર્થીઓનો સહયોગ મળશે. એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ચેરમેન શશિ કુમારે કહ્યું, ફેસબુક જર્નાલિઝમ પરિયોજના સાથે જોડાઇને અમે ખુશી છીએ. આ વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ દર્શાવવાની સાથે-સાથે જરૂરી અને વિશ્વાસ પુરક સમાચારમાં અંતર દર્શાવવામાં નિપુણ બનાવશે. ફેસબુકે મુંબઈ સ્થિત એક સ્વતંત્ર ડિજિટલ પત્રકારત્વ કાર્યક્રમ બૂમલાઇવ સાથે પોતાનો કરાર આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.