નવી દિલ્હી: ગેમ લવર્સ આતુરતાપૂર્વક ગણતંત્ર દિવસની રાહ જોઇ રહ્યા છે. 26 જાન્યુઆરીના રોજ FAU-G ગેમ લોન્ચ થવાની છે. પરંતુ લોન્ચ થતાં પહેલાં જ આ દેસી ગેમ પોપ્યુલર થઇ ગઇ છે. આવો જાણીએ શું છે નવા અપડેટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 લાખથી વધુ થયા રજિસ્ટ્રેશન
અમારી સહયોગી વેબસાઇટ bgr.in ના અનુસાર ગૂગલ પ્લે સ્ટોર (Google Play) પર હાજર FAU-G માટે અત્યાર સુધી 40 લાખથી વધુ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ગેમ ડેવલોપર્સનું કહેવું છે કે આ ગેમના લોન્ચ સુધી લગભગ 50 લાખ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલ આ ગેમ હાઇ-એન્ડ અને મિડ રેંજ સ્માર્ટફોન્સ માટે જ ઉપલબ્ધ છે. 

PUBG Mobile Update: જલદી લોન્ચ થશે New Battle Royale Game, Cartoon Show લાવવાની તૈયારી


FAU-G ગેમને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ગેમના ઇન્ડીયન ગેમ ડેવલોપર nCore Games એ તૈયાર કરી છે. FAU-G ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન નવેમ્બરથી શરૂ થઇ ચૂક્યું છે. FAU-G (The Fearless and United Guards) ગેમને હાઇ-એંડ અને મિડ-રેંજ એંડ્રોઇડ સ્માર્ટફોન્સમાં રમી શકાશે. nCore Games જલદી જ આ ગેમને લો-એંડ સ્પેસિફિકેશન્સવાળા સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવશે. આ સાથે જ FAU-G ગેમને કંપની જલદી જ iOS યૂઝર્સ માટે પણ રિલીઝ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ iPhone અને iPad માટે આ ગેમને રજૂ કરી શકે છે. 

55 લાખ રૂપિયા આપીને વધારી 2 ઇંચ લંબાઇ, જાણો કેવી રીતે શક્યું બન્યું


nCore Games ગેમ્સના કો-ફાઉન્ડર અને ચેરમેન વિશાલ ગોંડલએ જણાવ્યું કે FAU-G ના ઓફિશિયલ લોન્ચ પહેલાં 40 લાખથી વધુ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે પ્રી રજિસ્ટ્રેશનમાં લો-એન્ડ સ્પેસિફિકેશન્સવાળા સ્માર્ટફોનને સામેલ કરવામાં આવ્યા ન હતા. 


પહેલાં દિવસે 10 લાખ યૂઝર્સે કર્યું રજિસ્ટ્રેશન
FAU-G
ગેમ માટે Google Play પર પહેલાં જ દિવસે લગભગ 10 લાખ યૂઝર્સએ પ્રી-રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ લગભગ દોઢ મહિનામાં આ ગેમને પ્રી-રજિસ્ટ્રેશન કરનાર યૂઝર્સનો આંકડો 40 લાખ પાર પહોંચી ગયો છે. વિશાલ ગોંડલનું કહેવું છે કે આ ગેમના લોન્ચ સુધી આ સંખ્યા 50 લાખ થઇ જશે. તેમનું એ પણ કહેવું છે, 'મને લાગતું નથી કે ભારતમાં કોઇ ગેમ માટે યૂઝર્સએ આટલી મોટી સંખ્યામાં પ્રી-રજિસ્ટ્રેશન કર્યું હોય.'

તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...


PUBG Mobile પર લાગેલા બેન બાદ થઇ જાહેરાત
FAU-G મોબાઇલ ગેમને ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત PUBG Mobile પર બેન લગાવ્યાના થોડા સમય બાદ કરવામાં આવી હતી. FAU-G ગેમ ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમ છે જે જૂન મહિનામાં ભારત ચીન સીમા પર સ્થિત ઘાટમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર આધારિત છે.

White House ની નવી વેબસાઇટ માટે વેકેન્સી, આ 'સીક્રેટ મેસેજ' બદલી શકે છે તમારી જીંદગી

આ ગેમને પહેલાં Android  ડિવાઇસીસ માટે રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ગેમને જલદી જ iPhone અને iPad માટે રજૂ કરી શકાશે. આ ગેમ માટે પ્રી રજિસ્ટ્રેશન હાલ Google Play પર થઇ રહ્યું છે.  FAU-G ગેમને કંપની અત્યારે એપ્પલના App Store માં ઉપલબ્ધ કરાવી નથી. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube