White House ની નવી વેબસાઇટ માટે વેકેન્સી, આ 'સીક્રેટ મેસેજ' બદલી શકે છે તમારી જીંદગી
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકામાં જો બાઇડેનએ બુધવારે 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જો બાઇડેનના શપથ લેવાની સાથે જ વ્હાઇટ હાઉસ (White House) ની વેબસાઇટમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે નવા પ્રેસિડેન્ટ સાથે જ હવે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પણ નવી ડિઝાઇનમાં છે. આ વેબસાઇટમાં સૌથી ખાસ 'સીક્રેટ મેસેજ'. આ સીક્રેટ મેસેજને સમજનાર અને આપવામાં આવેલા ટાસ્કને પુરો કરનાર સીધા US Digital Service થી જોડાઇ શકે છે.
વેકેન્સીનો સીક્રેટ મેસેજ
જોકે, USDS એટલે કે યૂએસ ડિજિટલ સર્વિસની સ્થાપના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)એ 2014માં કરી હતી. તેના માટે એકદમ કાબિલ ટીમ બનાવવામાં આવી જેમાં ડિઝાઇનર, એંજીનિયર, ડિજિટલ પોલિસી એક્સપર્ટ સામેલ કરવામાં આવ્યા. આ ટીમ સરકારને ટેક્નોલોજી સંબંધિત કેસમાં મદદ કરે છે વ્હાઇટ હાઉસ (White House)ની નવી વેબસાઇટમાં આ ટીમ માટે સીક્રેટ મેસેજ દ્રારા અરજી મંગાવવામાં આવી છે. આ સેવાની સેવા માટે કોડર્સની જરૂર છે પરંતુ જો વેકેન્સીને આટલી સરળતાની જોઇ ન શકાય.
જોડાઇ શકે છે USDS થી
વેબસાઇટના HTML સોર્સ કોડ ચેક કરતાં એક મેસેજ બતાવવો પડ્યો છે. આ હિડેન મેસેજમાં લખ્યું છે 'જો તમે આ વાંચી રહ્યા છો તો સારા નિર્માણ માટે અમને તમારી જરૂર છે. એટલે કે હિડન મેસેજ દ્વારા વેકન્સી જાહેર કરવામાં આવી છે. એપ્લાઇ કરવા માટે લિંક પણ આપવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરી યૂનાઇટેડ સ્ટેટ્સ ડિજિટલ સર્વિસ (USDS) માટે એપ્લિકેશન મોકલી શકાશે પરંતુ જો કોડૅર્સ આ પોઝિશન માટે અરજી કરવા માંગે છે તેમને કોડૅ કંપ્લીટ કરવો પડશે. ત્યારબાદ USDS ટીમ ઇન્ટરવ્યૂં લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે