નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart)  પર 16મી ડિસેમ્બરથી બિગ સેવિંગ ડેઝ (Big Saving Days) સેલ શરૂ થઈ ગયો છે અને આ સેલમાં તમને આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. આજે અમે એવા પાંચ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ જેને તમે એક કિલો ટામેટાની કિંમત કરતાં પણ ઓછા ભાવે ઘરે લઈ જઈ શકો છો. ચાલો આ ડીલ્સ પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

realme c21
રિયાલમી (realme) નો આ સ્માર્ટફોન 64GB સ્ટોરેજ સાથે આવે છે. 10,999ની કિંમતનો આ સ્માર્ટફોન 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે આ ફોન માટે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો તમને 500 રૂપિયાનું કેશબેક મળશે અને એક્સચેન્જ ઑફરમાં 9,450 રૂપિયાની બચત થશે. તમે આ રીતે 49 રૂપિયામાં આ ફોન ખરીદી શકશો.


ઇન્ફિનિકસ હોટ 11
આ ઇન્ફિનિકસ (Infinicus) સ્માર્ટફોન 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર 11,999 રૂપિયામાં વેચાતા આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, તમને રૂ. 500 નું કેશબેક મળશે અને એક્સચેન્જ ઓફર તમને રૂ. 9,450 બચાવશે. તમે આ રીતે 49 રૂપિયામાં આ ફોન ખરીદી શકશો.


મોટોરોલા e40
64GB ROM વાળો આ સ્માર્ટફોન 10,999 રૂપિયાને બદલે 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે આ ફોન માટે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો તમને 500 રૂપિયાનું કેશબેક મળશે અને એક્સચેન્જ ઓફરમાં 9,450 રૂપિયાની બચત થશે. તમે આ રીતે 49 રૂપિયામાં આ ફોન ખરીદી શકશો.


realme narzo 50i
7,999 રૂપિયાની કિંમતનો આ સ્માર્ટફોન તમે ફ્લિપકાર્ટ પરથી 7,499 રૂપિયામાં ઘરે લઈ જઇ શકો છો. કોઈપણ બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તમે એક્સચેન્જ ઓફર સાથે 6,950 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે તમે આ ફોનને 49 રૂપિયામાં ખરીદી શકો છો.


Vivo Y1s
Vivo નો આ સ્માર્ટફોન 32GB સ્ટોરેજ સાથે આવે છે. 11,990 રૂપિયાની કિંમતનો આ ફોન તમે ફ્લિપકાર્ટ પરથી 9,490 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર તમને 475 રૂપિયાનું કેશબેક મળશે અને તમે એક્સચેન્જ ઑફર સાથે 8,950 રૂપિયાની બચત કરી શકશો. આ રીતે તમે Vivo Y1sને 65 રૂપિયામાં ઘરે લઈ જઈ શકશો.


1 કિલો ટમેટાની કિંમત
સમાચાર લખાય રહ્યા છે ત્યારે 'બિગ બાસ્કેટ' પર એક કિલો ટમેટાની કિંમત 69 રૂપિયા હતી.