નવી દિલ્હી: ઇ-કોમર્સ દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) ફરી એકવાર પોતાના ગ્રાહકોને સારી ઓફર સાથે શોપિંગની તક આપ્વા જઇ રહી છે. કંપની 1 ડિસેમ્બરથી માંડીને 5 ડિસેમ્બર સુધી શોપિંગ ડેઝ (Big Shopping Days) સેલ લઇને આવી રહી છે. કંપનીએ આ પ્રકારે મોટા ફેસ્ટિવલ શોપિંગની ફરીથી શરૂઆત કરી છે. ફ્લિપકાર્ટ (Flipkart) પ્લસ યૂઝર આ શોપિંગમાં પહેલાં એટલે કે 30 નવેમ્બરના રોજ 8 વાગ્યાથી રાત્રે એન્ટ્રી કરી શકશે. પાંચ દિવસના આ સેલમાં અલગ-અલગ કેટેગરીના ઘણા સામાન પર શાનદાર ઓફર અને ડિસ્કાઉન્ટ મળશે. તેમાં સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સ, ફેશન, ફર્નીચર અને અન્ય પ્રોડક્ટ પર આકર્ષક ડીલ મળશે. સાથે જ એચડીએફસી બેન્ક (HDFC BANK) ના કાર્ડ વડે શોપિંગ પર 10 ટકા ઇન્ટટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટફોન પર ભારે બચત
ફ્લિપકાર્ટ આ વર્ષે સેલમાં Realme 5 Pro 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ પ્રકારે Realme C2 સ્માર્ટફોન 5,999 રૂપિયામાં મળશે. સેમસંગ ગેલેક્સી એસ9 (samsung galaxy s9) સ્માર્ટફોન 27,999 રૂપિયામાં ખરીદી શકશો. આ પ્રકારે Apple iPhone 7 ને તમે 24,999 રૂપિયાથી ઓછામાં ખરીદી શકશો. આ ઉપરાંત Realme XT, Samsung Galaxy A30s, Samsung Galaxy S9 Plus, Google Pixel 3a અને Google Pixel 3a XL જેવા સ્માર્ટફોન પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. 


TV  પણ સસ્તામાં ખરીદવાની તક
આ સેલમાં જો તમે સ્માર્ટ ટીવી (TV) ખરીદો છો તો તમે ખૂબ ફાયદામાં રહેશો. બીજીઆરના સમાચાર અનુસાર સોની બ્રાવિયા W672G, કોડક 900S, એલજી 32-ઇંચ HD રેડી સ્માર્ટ ટીવી, CoCCaa 32-ઇંચ HD રેડી સ્માર્ટ ટીવી અને સેમસંગ સીરીઝ 4 જેવા ટીવી તમે ઓછા ભાવે ખરીદી શકો છો. 


લેપટોપ પર 45 ટકાની છૂટ
બિગ શોપિંગ ડેઝ સેલમાં તમારી પાસે સસ્તામાં લેપટોપ ખરીદવાની સારી તક છે. તેમાં HP, Acer, Asus અને MSI Gaming લેપટોપ ઓછા ભાવે ખરીદી શકો છો. કંપનીઓ તેમાં 45 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે. એટલું જ નહી, હેડફોન અને સ્પીકર્સ પર તો 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં તમે JBL T160BT, Jabra Elite 65T અને Skullcandy Ink’d BT જેવા ડિવાઇસ ઓછા ભાવે ખરીદી શકો છો. 


સેલમાં તમે 399 રૂપિયાની શરૂઆતી કિંમત પર પાવર બેન્ક ખરીદી શકો છો. આ ઉપરાંત કેમેરા અને તેની સાથે જોડાયેલા ડિવાઇસ પર 85 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે. સાથે જ વિયરેબલ્સ અને સ્પીકર્સ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube