નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સતત નવો પ્લાન લાવે છે, અને જૂના પ્લાનમાં ફેરફાર કરવામાં આવે છે. વર્તમાનમાં જીયો પોતાના વિરોધીના મુકાબલે સારૂ નેટવર્ક અને વધુ ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે. આ તમામ કારણે તે માર્કેટ લીડર છે. જે યૂઝરો વધુ ડેટાનો ઉપયોગ કરે છે, તેની ક્યારેક ફરિયાદ હોય છે કે લિમિટ સમાપ્ત થયા બાદ સ્ટીપ ઘટી જાય છે. યૂઝર્સોની આ સમસ્યાઓ માટે કંપનીએ  Jio Sachet (જીયો સચેત) પ્લાન લોન્ચ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Sachet પ્લાન 19 રૂપિયા અને 52 રૂપિયાનો છે. પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ jio.com પ્રમાણે 9999 રૂપિયા સુધીનો પ્લાન છે. તમામ પ્લાનમાં હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. ઓછામાં ઓછો દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટાથી દરરોજ 5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઈ સ્પીડ ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. તેવામાં સચેત પ્લાનથી એક્સ્ટ્રા ડેટાનો ફાયદો ઉઠાવી શકાય છે. 


ટિકટોકની ભારતમાં મોટી કાર્યવાહી, એપ પરથી દૂર કર્યાં 60 લાખથી વધુ વીડિયો

19 રૂપિયાનો પ્લાન
19 રૂપિયાના સચેત પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. તેમાં 0.15 જીબી (150 MB) હાઈ સ્પીડ ડેટા મળે છે. વોયસ કોલિંગ ફ્રી છે અને આ સિવાય 20 SMS મળે છે. Jio Appsની કમ્પલીમેન્ટ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 


52 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 7 દિવસની છે. 150 એમબી ડેટા દરરોજ મળે છે. અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી છે. આ સિવાય 70 SMS પણ મળે છે. જીયો એપ્સનું કંપ્લીમેન્ટ્રી સબ્સ્ક્રિપ્શન અલગથી મળે છે.