ટિકટોકની ભારતમાં મોટી કાર્યવાહી, એપ પરથી દૂર કર્યાં 60 લાખથી વધુ વીડિયો

એપના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનાર કંપની ટિકટોકે ભારતમાં 60 લાખથી વધુ વીડિયો હટાવી દીધા છે. કંપનીનું કહેવું છે કે, ગત વર્ષે જુલાઈથી અત્યાર સુધી તેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વીડિયો હટાવી દેવામાં આવ્યા છે. 
 

ટિકટોકની ભારતમાં મોટી કાર્યવાહી, એપ પરથી દૂર કર્યાં 60 લાખથી વધુ વીડિયો

નવી દિલ્હીઃ એપના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનાર કંપની ટિકટોકે ભારતમાં 60 લાખથી વધુ વીડિયો હટાવી દીધા છે. કંપનીનું કહેવું છે કે, ગત વર્ષે જુલાઈથી અત્યાર સુધી તેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વીડિયો હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, આ ટિકકોટે પોતાના યૂઝરોને સુરક્ષિત અને સહજ અનુભવ કરાવવાના પ્રયાસોનો હિસ્સો છે. આ સાથે ટિકટોક સમુદારની અંદર યોગ્ય સ્ત્રોત આપીને તેને સશક્ત કરવાનો પણ પ્રયાસ છે. 

13 વર્ષથી ઉપરના લોકો જ કરી શકશે ઉપયોગ
આ સિવાય ટિકટોક એપનો ઉપયોગ 13 વર્ષથી મોટી ઉંમરના લોકો કરી શકશે. તેના માટે કંપનીએ અલગ માપદંડ બનાવ્યો છે. કંપનીનું કહેવું છે કે, આ વધારાનું સુરક્ષા માપદંડ છે જેથી નાની ઉંમરના યૂઝરો આ એપનો ઉપયોગ ન કરી શકે. ટિકટોકના નિયામક હેલેના લેચરે કહ્યું, એક વૈશ્વિક સમુદાય તરીકે સુરક્ષા ટિકટોકની પ્રાથમિકતાઓમાંથી એક છે. આ પગલાંથી અમે અમારા ભારતીય ઉપયોગકર્તા માટે અમારા મંચને સુરક્ષિત અને સકારાત્મકતા બનાવી રાખવાની પ્રતિબદ્ધતા ફરીથી નક્કી કરીશું. 

10 ભાષાઓમાં મદદ માટે પેજ પણ શરૂ
કંપની તરફથી આ જાહેરાત સુરક્ષા કેન્દ્ર ખોલ્યા બાદ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ ધમકીની ગતિવિધિઓને પહોંચવા માટે હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, તેલુગૂ, તમિલ, કન્નડ, મલયાલમ અને ઉડિયા જેવી 10 સ્થાનિક ભાષાઓમાં મદદ માટે પેજ પણ શરૂ કર્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news