Fridge Blast: આજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે. ફ્રિજને ખૂબ જ સાચવીને વાપરવું જરૂરી હોય છે. એટલે આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના કારણે તેમાં જીવલેણ ધડાકા થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-ફ્રિજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી ફ્લ્કચ્યુએટ થાય છે. આવું થાય તો ફ્રિજના કંપ્રેશર પર દબાણ વધે છે અને તેમાં ધડાકા થઈ શકે છે.


-અનેકવાર એવું થાય છે તે તમે ફ્રિઝરમાં બરફ જામવા દો છો અને તે સતત જામતો જ જાય છે. એવામાં તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે ફ્રિઝરને તમે થોડા થોડા સમયે ખોલવું જોઈએ. તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે.


આ પણ વાંચો:
Vastu Tips: શું તમે પણ ઘરમાં રાખો છો પિત્તળનો સિંહ? તો આ વાત જરુર જાણી લેજો
આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, થશે જબરદસ્ત ફાયદો!
શું તમારો જન્મ મે મહિનામાં થયો છે? જાણો આ મહિનામાં જન્મેલા લોકોની ખાસિયતો


-ફ્રિજમાં જો કોઈ ખરાબી સર્જાય છે, ખાસ કરીને કંપ્રેશર વાળા ભાગમાં તો તમારે એને કંપનીને સર્વિસ સેન્ટર પર જ લઈ જવું જોઈએ, કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. લોકલ ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેશરમાં ધડાકો થઈ શકે છે.


-જો તમે લાંબા સમયથી ફ્રિજમાં કાંઈ સામાન ન થી રાખી રહ્યા પરંતુ એ સતત ચાલી રહ્યું છે તો, તેને ખોલતા સમયે કે તેમાં કોઈ સામાન રાખતા પહેલા તેને પાવર ઓફ કરી દેવું જોઈએ અને ત્યારે તેને ઓન કરવું જોઈએ. જેથી ધડાકો ન થાય.


-ફ્રિજ વાપરતા સમયે ક્યારેય તેનું તાપમાન સૌથી ઓછું ન રાખવું જોઈએ. કારણ કે તેનાથી કંપ્રેશર પર વધુ દબાણ પડે છે અને તે ગરમ થઈ જતા ફાટવાની સંભાવના વઘે છે.


આ પણ વાંચો:
Met Gala 2023: આલિયા ભટ્ટે ગોર્જીયસ વ્હાઇટ ગાઉનમાં પ્રિન્સેસ બનીને કરી એન્ટ્રી 
Lock Upp ફેમ Anjali Arora એ વધાર્યું Instagram નું તાપમાન
Hina Khan એ ડીપનેક હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને આપ્યા કિલર પોઝ, જુઓ હોટ ફોટોઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube