Met Gala 2023: ફેશન ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો, આલિયા ભટ્ટે ગોર્જીયસ વ્હાઇટ ગાઉનમાં પ્રિન્સેસ બનીને કરી એન્ટ્રી

Alia Bhatt: ન્યૂયોર્ક શહેરમાં મેટ ગાલા ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા વ્હાઇટ ગાઉન પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. એક્ટ્રેસની સ્ટનિંગ લુકની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.

Met Gala 2023: ફેશન ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો, આલિયા ભટ્ટે ગોર્જીયસ વ્હાઇટ ગાઉનમાં પ્રિન્સેસ બનીને કરી એન્ટ્રી

Met Gala 2023: મેટ ગાલા 2023નો ફિનાલે શરૂ થઈ ગયો છે. આ વખતે બોલિવૂડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક આલિયા ભટ્ટે આ ઈવેન્ટમાં ડેબ્યૂ કર્યું છે. આલિયા મેટ ગાલામાં વ્હાઇટ ગાઉન પહેરીને પહોંચી હતી. આલિયાએ તેના હિડન લુકની તસવીર પણ શેર કરી છે.

No description available.

Add Zee News as a Preferred Source

Met Gala ઇવેન્ટમાં આલિયાનો ક્યૂટ એન્જલ લુક
મેટ ગાલા ડેબ્યુ માટે, 'ગંગુબાઈ કાઠિયાવાડી' સ્ટારે ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા સુંદર મોતીથી સ્ટાઇલ્ડ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. હાલમાં, આલિયાની ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આલિયાએ મેચિંગ ગ્લોવ્સ અને યુનિક ઇયરિંગ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. હેરસ્ટાઇલની વાત કરીએ તો એક્ટ્રેસ મિડલ પાર્ટિંગ સાથે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે..

આલિયાની બહેને શેર કરી તસવીરો 
ઈવેન્ટની ઓફિશિયલ સાઈટ પર આલિયાના ગોર્જીયસ લુકની તસવીરો શેર કરવામાં આવી છે. શાહીન ભટ્ટે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt ? (@aliaabhatt)

'હાર્ટ ઓફ સ્ટોન'થી પહેલા મેટ ગાલામાં ડેબ્યૂ
મેટ ગાલામાં આલિયાનું ડેબ્યૂ 'હાર્ટ ઓફ સ્ટોન'ની રિલીઝ પહેલા થયું હતું. ટોમ હાર્પર દ્વારા નિર્દેશિત, 'હાર્ટ ઓફ સ્ટોન' ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ'ની સિક્વલ હશે. આ ફિલ્મમાં ગેલ, જેમી અને આલિયા ઉપરાંત સોફી ઓકોનેડો, મેથિયાસ શ્વેઈગોફર, જિંગ લુચી અને પોલ રેડી પણ જોવા મળશે..

મેટ ગાલા ઇવેન્ટ 2023 ન્યૂયોર્કમાં થઈ રહી છે
મેટ ગાલા વિશે વાત કરીએ તો આ સૌથી મોટી ફેશન નાઇટમાની એક છે. હાલમાં આ ઈવેન્ટનું આયોજન ન્યુયોર્કમાં કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમ છે "કાર્લ લેગરફેલ્ડઃ એ લાઈન ઓફ બ્યુટી". આ વર્ષે આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ ઉપરાંત પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shaheen Bhatt (@shaheenb)

આ પણ વાંચો:
6,6,6...સચિન પણ બની ગયો જબરા ફેન, તેંડુલકરે સિક્સર કિંગ ટિમ ડેવિડને લગાડ્યો ગળે, પછી
રાશિફળ 02 મે: ગ્રહ ગોચર આ જાતકોના જીવનમાં લાવશે ઉથલપાથલ, સાવચેતી રાખી દિવસ પસાર કરવો
ફ્રેન્ડશીપ કરતા પહેલાં વિચારજો, કપલ બોક્સ- ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news