નવી દિલ્હી: Garmin એ તેની સ્પેશિયલ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેની ખાસિયત એ છે કે તમારે તેને ચાર્જ કરવાની જરૂર નહીં પડે. કંપનીએ તેનું નામ Garmin Instinct 2 રાખ્યું છે. તે ખાસ કરીને એડવેન્ચર લવર્સ માટે બનાવવામાં આવી છે. Garmin Instinct 2 સ્માર્ટવોચ અનલિમિટેડ બેટરી લાઈફ સાથે આવે છે. એટલે કે તમારે તેની સાથે ચાર્જર રાખવાની જરૂર નથી. આ સ્માર્ટવોચમાં સોલાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના થકી વોચને ચાર્જ કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Garmin Instinct 2ની કિંમત
Garmin Instinct 2 સ્માર્ટવોચ હાલમાં યુએસ અને યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. તેને અલગ-અલગ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. ગાર્મિન ઈન્સ્ટિંક્ટ 2 સિરીઝમાં, ઈન્સ્ટિંક્ટ 2 અને ઈન્સ્ટિંક્ટ 2Sની કિંમત $349 (લગભગ રૂ. 26,270) રાખવામાં આવી છે.


Instinct 2S Solar અને Instinct 2 Solarની કિંમત $449 (લગભગ 33,797 રૂપિયા) રાખવામાં આવી છે. Instinct 2 Surf Solar અને Instinct 2 Tactical Solarની કિંમત $499 (લગભગ રૂ. 37,560) રાખવામાં આવી છે. તે ઈલેક્ટ્રિક લાઈમ, પોપી અને નિયો-ટ્રોપિક કલર ઓપશનમાં રજૂ કરવામાં આવી છે.


Garmin Instinct 2 સ્માર્ટવોચના સ્પેસિફિકેશન્સ-
Instinct 2 સિરીઝ 45mm અને 40mm બેઝલ્સ સાથે બે સાઈઝમાં ઉપલબ્ધ છે. ઈન્સ્ટિંક્ટ 2ને મિલિટરી સ્ટાન્ડર્ડ 810 સાથે ડિઝાઈન કરવામાં આવી છે. ઈન્સ્ટિંક્ટ 2 સોલાર મોડલ્સ સ્માર્ટવોચ મોડમાં અનલિમિટેડ બેટરી લાઈફ પ્રદાન કરે છે.


ઈન્સ્ટિંક્ટ 2 સોલર મોડલ્સને ગાર્મિન પેનો વિકલ્પ પણ મળે છે, જે પેમેન્ટને સરળ બનાવી શકે છે. તેને ગાર્મિન કનેક્ટ એપ દ્વારા કનેક્ટ કરી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube