Online Apply For Driving License: જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે આરટીઓ ઓફિસ ધક્કા ખાવા પડે છે તો હવે આ ધક્કા ખાવાનું બંધ થઈ જશે. હવે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં પડે કારણ કે આ કામ Online સરળતાથી થઈ શકે છે. જી હાં અરજી કરવાનું કામ તમે ઘરે બેસીને એકદમ આરામથી કરી શકો છો અને તમારે એક પણ રુપિયો ચુકવવો પડશે નહીં. હકીકતમાં લાયસન્સ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રિયા એટલી સરળ છે કે તમને ખબર પણ નહીં પડે અને તમારું કામ ઘરે બેઠા બેઠા થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ATM માંથી પૈસા ઉપાડો ત્યારે આ વાતનું રાખશો ખાસ ધ્યાન નહીં તો ખાતુ થઈ જશે સફાચટ


હવે વગર પૈસે કરી શકશો ટ્રેનની ટિકિટ બુક, Free ટિકિટ બુક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ


Free Electricity: આ ડિવાઈસને ફીટ કરી દો અગાસીમાં અને આજીવન નહીં ભરવું પડે લાઈટ બીલ!



ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી


- સૌથી પહેલા https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું.
- અહીં રાજ્ય પસંદ કરો અને અપ્લાય ફોર લર્નર્સ લાયસન્સ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે લર્નર ડ્રાઈવિંગ લાયસન્સનું ફોર્મ ભરો. અને અન્ય જરૂરી માહિતી ભરો.
- આધાર કાર્ડ સાથે અરજી પસંદ કરો.
- આધાર ઓથેન્ટિકેશન દ્વારા સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને સબમિટ કરો.
- આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર એડ કરો.
- જનરેટ OTP પર ક્લિક કરો.
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP એન્ટર કરો.
- નિયમો અને શરતો સ્વીકારો. અને ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરો.
- લાઇસન્સ ફી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો.
- ઓનલાઈન ટેસ્ટ માટે સમય અને તારીખ પસંદ કરો.
- ઓનલાઈન ટેસ્ટ આપો.
- આ ટેસ્ટ પાસ કરી કન્ફર્મેશન મેળવો.