નવી દિલ્હી: ગૂગલ (Google) તેના કોઈ ખાસ ફિચર્સ માટે નવા નિયમ લઇને આવ્યું છે. તેના અંતર્ગત ગૂગલે જી-મેઈલ યૂઝર્સને કહ્યું કે, જો તેમણે કંપનીના નવા નિયમોને સ્વીકાર કર્યા નથી, તો જી-મેઈલના (Gmail) કેટલાક ખાસ ફિચર્સ તેમના માટે બંધ થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલે (Google) જી-મેઇલ યૂઝર્સને સ્પષ્ટ વોર્નિંગ આપી છે કે, જો યૂઝર્સ આ નવા નિયમોને એક્સેપ્ટ નહીં કરે તો, તેમને ખાસ ફિચર્સનો ઉપયોગ કરવા મળશે નહીં.


આ પણ વાંચો:- Dating App યૂઝ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન, તમારો Data તો Leak થયો નથીને


ફિચર્સ થઈ જશે બ્લોક
એક રિપોર્ટ અનુસાર, જો ડેડલાઈન ખતમ થતા પહેલા આ નવા નિયમનો સ્વીકાર કરવામાં આવે નહીં, તો સ્માર્ટ કંપોઝ, આસિસ્ટેન્ટ રિમાઈન્ડર્સ અને ઓટોમેટિક ઈ-મેઈલ ફિલ્ટરિંગ જેવા કેટલાક કામના ફિચર્સ બ્લોક થઈ જશે.


ગૂગલે પહેલા પણ કહ્યું હતું કે, જો યૂઝર્સ નવા નિયમોને નવી સ્વીકારતા, તો તેમને જી-મેઈલ, ગૂગલ ફોટોઝ અને ગૂગલ ડ્રાઈવના કેન્ટેન્ટને ડિલીટ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- આવી ગયો છે તમામ Chatting App નો બાપ, જેમાં એક સાથે મળશે બધી જ ચેટિંગ એપ


શેર કરવો પડશે કંપની સાથે પોતાનો ડેટા
Google એ તેના જી-મેઈલ સ્મોલ પ્રિંટને અપડેટ કર્યું છે. આ યૂઝર્સને વિકલ્પ આપે છે કે, જો તેઓ એપમાં કંઇ ખાસ ફિચર્સનો ઉપયોગ કરવાને બદલે કંપની સાથે પોતાનો ડેટા શેર કરવા ઇચ્છે છે, તો કરી શકે છે. જો યૂઝર્સ 25 જાન્યુઆરી 2021 બાદ આ ફિચર્સનો ઉપયોગ કરવા ઇચ્છે છે તો તેના માટે ગૂગલ સેટિંગમાં જઈ એક વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube