Dating App યૂઝ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન, તમારો Data તો Leak થયો નથીને
જો તમે Dating App MeetMindful નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર ખુબજ જરૂરી છે. MeetMindful ની સિક્યુરિટીમાં હેકરે હુમલો કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર લાખો લોકોનો પર્સનલ ડેટા (Personal Data) હેક કરવામાં આવ્યો છે
Trending Photos
અમેરિકા: જો તમે Dating App MeetMindful નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર ખુબજ જરૂરી છે. MeetMindful ની સિક્યુરિટીમાં હેકરે હુમલો કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર લાખો લોકોનો પર્સનલ ડેટા (Personal Data) હેક કરવામાં આવ્યો છે. એટલું જ નહીં લાખો લોકોની પર્સનલ જાણકારી હેકરે ઈન્ટરનેટ પર અપલોડ કરી છે.
ડેટા લીકથી અમેરિકામાં હડકંપ
MeetMindful અમેરિકાની જાણીતી ડેટિંગ એપ્લિકેશન છે. અમેરિકાના લાખો લોકો તેનો ઉપયોગ કરે છે. માહિતી અનુસાર, એક હેકરે વેબસાઇટ પરથી લગભગ 1.2 જીબીની એક ફાઇલ ડાઉનલોડ કરી છે. આ ફાઇલમાં લોકોના નામ, નંબર, ફેસબુક આઈડી (Facebook ID), જન્મ સ્થળ અને ડેટિંગ પસંદગી (Dating Preference) જેવી માહિતી સામેલ છે. આ બાબતની જાણ થતાં જ MeetMindful ના મેનેજમેન્ટે વધુ લોકોનો ડેટા બચાવવા માટે એપ્લિકેશનની સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય તકનીકી ટીમ પણ લીક થયેલા ડેટાને ફરીથી પ્રાપ્ત (Recover) કરવાનો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ આખો મામલો બેદરકારીનો છે કારણ કે હેકિંગ ફોરમમાં ડેટા પોસ્ટ કરાયો હતો જે દરેકને સરળતાથી ઉપલબ્ધ હતો અને ત્યાંથી હેકરે ડેટા મફતમાં ડાઉનલોડ (Download) કર્યો.
MeetMindful ને માંગવી પડી માફી
ડેટિંગ એપ્લિકેશન MeetMindful નું મુખ્ય મથક યુરોપના કોલોરાડોમાં છે. MeetMindful ની શરૂઆત 7 વર્ષ પહેલાં 2014 માં થઈ હતી. MeetMindful ના Keith Gruen ને ડેટા લીક થવા બદલ વપરાશકર્તાઓની માફી માંગી છે અને વપરાશકર્તાઓને પાસવર્ડ બદલવાની અપીલ કરી છે. Keith Gruen ને કહ્યું છે કે કંપની એપ્લિકેશનની સુરક્ષા માટે નવી સુવિધાઓ લાવી રહી છે.
પહેલા પણ થયો હતો ડેટા લીક
ગયા વર્ષે પણ 2020 માં અમેરિકાના વર્જિન મીડિયાનો (Virgin Media) ડેટા લીક થયો હતો, જેમાં લગભગ 1 લાખ વપરાશકર્તાઓની માહિતી લીક થઈ હતી. આ પહેલા 2018 માં બ્રિટીશ એરવેઝના (British Airways) ગ્રાહકોના ડેટા લીક થયા હતા, જેને બ્રિટીશ એરવેઝે અત્યાર સુધી ચૂકવવું પડશે.
પોલીસ કરી રહી છે કેસની તપાસ
પોલીસે ડેટા લીક મામલાની તપાસ શરૂ કરી છે અને હેકરની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. નિષ્ણાતોના મતે પોલીસને કેટલાક સંકેતો મળી ગયા છે જેનો ઉપયોગ પોલીસ હેકર સુધી પહોંચવા માટે કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે