આવી ગયો છે તમામ Chatting App નો બાપ, જ્યાં એક સાથે મળશે WhatsApp, Signal, Telegram...

હવે તમારે ચેટિંગ માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. એક એવી એપ આવી ગઈ છે જેમાં તમને એક સાથે બધી જ એપ સરળતાથી મળી રહેશે. તમે જેટલી જલદી આ માહિતી મેળવી લેશો એટલાં જ ફાયદામાં રહેશો.

આવી ગયો છે તમામ Chatting App નો બાપ, જ્યાં એક સાથે મળશે WhatsApp, Signal, Telegram...

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમને પણ એ વાતની ફરિયાદ હોય કે, અલગ અલગ ચેટિંગ એપ માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવી પડે છે. તો આ ખબર તમારા માટે છે. તમારી આ ફરિયાદ પર Beeper એ પૂર્ણવિરામ મૂકી દીધુ છે. Beeper એક એવી એપ્લિકેશન છે, જ્યાં તમને એક જ જગ્યા પર  વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા 15 પ્રકારનાં મેસેજિંગ પ્લેટફોર્મ મળે છે. સીધા શબ્દોમાં કહીએ તો Beeper એપ તમામ મેસેજિંગ એપનું જંક્શન છે. Beeper એપની ખાસ વાત એ છે કે, તેમાં તમને એપલનાં આઈ મેસેન્જરને એન્ડ્રોઈડ, લાઈનક્સ અને વિન્ડોઝ પર લાવવાનો પણ સપોર્ટ છે.

Beeper એપના ફીચર્સ
Beeper એપનું સૌથી મોટુ ફીચર એજ છે કે, તમારે મેસેજ માટેની ઘણી બધી એપ ડાઉનલોડ નહીં કરવી પડે. આ ઉપરાંત તેમાં કોઈપણ એપના ચેટને આર્કાઈવ અને સ્નૂઝ કરવાનો વિકલ્પ છે. જોકે, Beeper એપ પેઈડ એપ છે. એટલે કે દર મહિને તમારે 10 ડોલર એટલે કે 730 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ નહીં કરી શકાય. Beeper એપ્લિકેશન માત્ર કંપનીની વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરી શકાય છે.

Beeper એપ પર કઈ કઈ એપનો સપોર્ટ છે?
1. Android Messages SMS
2. Beeper network
3. Discord
4. Hangouts
5. iMessage
6. Instagram
7. IRC
8. Matrix
9. Facebook Messenger
10. Signal
11. Skype
12. Slack
13. Telegram
14. Twitter
15. Whatsapp

કંપનીના દાવા મુજબ દર સપ્તાહે Beeperમાં એક નવા ચેટ એપને જગ્યા આપવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે Beeper પહેલા NovaChatનાં નામથી ઓળખાતી હતી. આ એપને ઓપન સોર્સ મૈટ્રિક્સ મેસેજિંગ પ્રોટોકોલ અંતર્ગત બનાવવામાં આવી છે. તેને પેબલ સ્માર્ટવૉચના ફાઉન્ડર Eric Migicovskyએ બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news