નવી દિલ્હી: ઈન્ટરનેટ (Internet) ના જમાનામાં યૂઝર્સ (Users) નો ડેટા ચોરી થવાનો ડર હંમેશા રહેતો હોય છે. ડેટામાં યૂઝરના લોગઈન ક્રેડેન્શિયલ અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વસ્તુઓ સામેલ છે. પોતાના યૂઝર્સને આ બધા ફ્રોડથી બચાવવા માટે ગૂગલે એક ક્રોમ એક્સટેન્શન લોન્ચ કર્યું છે. જો તમે પહેલેથી જ હેક થઈ ચૂકેલો કોઈ પાસવર્ડ વેબસાઈટ્સ પર વાપરી રહ્યાં છો તો ગૂગલ (Google) તમને ઓટોમેટિકલી વોર્નિંગ આપશે. સર્ચ એન્જિન ગૂગલ પાસવર્ડ ચોરી કે લીક થવા પર પોતાના યૂઝરને તરત ચેતવણી પણ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલના CEO સુંદર પીચાઈ (Sundar Pichai) એ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો યૂઝર કોઈ વેબસાઈટ પર લોગઈન કરે તો તેનો પાસવર્ડ ચોરી થવાનો ડર રહે છે. આથી તેમણે Google Chrome માટે એક પ્રોટેક્શન ફીચર બહાર પાડ્યું છે. જેના પર ઘણા સમયથી કામ ચાલતું હતું. 


કંપનીના CEOએ જણાવ્યું કે જો તમે કોઈ માલવેરથી પ્રભાવિત વેબસાઈટ પર હશો અને તમારો પાસવર્ડ ચોરાઈ રહ્યો હશે તો આ ફીચર તમને ચેતવણી આપશે. તેમણે એમ પણ કહ્યું કે અમે માલવેરથી પ્રભાવિત વેબસાઈટ પર જશો તો તમને ચેતવશે અને ડેસ્કટોપ પર રિયલ ટાઈમ માટે ફિશિંગ પ્રોટેક્શનને વધારી દેશે. 


આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ક્રોમ સેટિંગ્સમાં જઈને સિન્ક ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. હાલ આ ફીચર તે તમામ યૂઝર્સ માટે ખુલ્લું મૂકાઈ રહ્યું છે જેમણે ક્રોમના સેફ બ્રાઉઝિંગ પ્રોટેક્શન્સ હેઠળ સાઈન ઈન કર્યું છે. 


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....