નવી દિલ્હીઃ ભારતમાં પેટીએમ, ગૂગલ પે, ફોનપે એપનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. આ દેશની મુખ્ય યૂપીઆઈ એપ્સ છે. આ એપ દ્વારા લોકો રેન્ટ, બિલ પેમેન્ટ, ગેસ, ફ્લાઇટ, ઈન્શ્યોરન્સ, મોબાઈલ રિચાર્જ વગેરે પ્રકારના પેમેન્ટ કરે છે. આ વચ્ચે યૂપીઆઈ એપ પેટીએમ અને ગૂગલ પે સાથે જોડાયેલું મોટુ અપડેટ સામે આવ્યું છે. જો તમે આ એપથી મોબાઈલ રિચાર્જ કરાવો છો તો તમારે પ્લેટફોર્મ ફી આપવી પડશે. એટલે કે મોબાઈલ રિચાર્જ અમાઉન્ટ સિવાય કેટલાક અન્ય રૂપિયા આપવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો લાગશે ચાર્જ
સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સે પેટીએમમાંથી રિચાર્જ કરવા સમયે લેવામાં આવતી પ્લેટફોર્મ ફીનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જ્યારે અમે ચેક કર્યું તો કંપની રિચાર્જ પેક પ્રમાણે અલગ-અલગ પ્લેટફોર્મ ચાર્જ લઈ રહી છે. આ ચાર્જ 1 રૂપિયાથી લઈને પેમેન્ટ પ્રમાણે 5-6 રૂપિયા સુધી છે. જો તમે એરટેલ પર 2999 રૂપિયાનું એક વર્ષનું રિચાર્જ કરાવો છો તો કંપની તમારી પાસેથી 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચાર્જ કરશે. 


આ પણ વાંચોઃ Top 5 Phones Under 20k: આ છે 20 હજારથી ઓછી કિંમતવાળા ધાંસૂ 5G ફોન, અહીં જુઓ લિસ્ટ


એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ પેએ પણ કન્વીનિયન્સ ફી લેવાનું શરૂ કરી દીધુ છે. કંપની 749 રૂપિયાના પ્લાન પર 3 રૂપિયા પ્લેટફોર્મ ફી ચાર્જ કરી રહી છે. જો તમે વિચારી રહ્યાં છો કે કંપની આ ચાર્જ કેમ લઈ રહી છે તો હકીકતમાં યૂપીઆઈ એપની સર્વિસના બદલે કંપનીઓ તમારી પાસેથી ફી લઈ રહી છે. 


Phonepe પહેલાથી લે છે મોબાઇલ રિચાર્જ પર ફી
ગૂગલ પે અને પેટીએમે પણ ફોન-પેના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું છે અને આ બંને કંપનીઓ પણ પ્લેટફોર્મ ફી લઈ રહી છે. હકીકતમાં ફોન પે લાંબા સમયથી મોબાઇલ યૂઝર્સ પાસે રિચાર્જ માટે પ્લેટફોર્મ ચાર્જ લઈ રહ્યું છે. અત્યાર સુધી યૂઝર્સ ફોન-પેની જગ્યાએ ગૂગલ પે અને પેટીએમથી રિચાર્જ કરાવવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે આ પ્લેટફોર્મે પણ ચાર્જ લેવાનું શરૂ કરી દીધુ છે. 


આ પણ વાંચોઃ માર્ચથી લાગૂ થઈ રહી છે Trai ની નવી DND App સર્વિસ, મોબાઈલ યૂઝર્સની બલ્લે-બલ્લે


નોંધનીય છે કે ગૂગલ પે અને પેટીએમ માત્ર મોબાઇલ રિચાર્જ પર પ્લેટફોર્મ ફી ચાર્જ કરી રહ્યાં છે. બીજીતરફ બિલ પેમેન્ટ હાલ ફ્રી રહેશે. બની શકે કે કંપની આગામી સમયમાં આ સુવિધા પર પણ ચાર્જ લેવાનું શરૂ કરે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube