માર્ચથી લાગૂ થઈ રહી છે Trai ની નવી DND App સર્વિસ, મોબાઈલ યૂઝર્સની બલ્લે-બલ્લે, જાણો તેનો ફાયદો

ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ડીએનડી (ડૂ-નોટ-ડિસ્ટર્બ) એપ સર્વિસને માર્ચ 2024થી ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સર્વિસ એન્ડ્રોયડ સ્માર્ટફોન યૂઝર્સ માટે હશે, જે નકલી કોલ અને મેસેજથી છુટકારો અપાવશે. 
 

માર્ચથી લાગૂ થઈ રહી છે Trai ની નવી DND App સર્વિસ, મોબાઈલ યૂઝર્સની બલ્લે-બલ્લે, જાણો તેનો ફાયદો

નવી દિલ્હીઃ મોબાઇલ ફોન યૂઝરને મોટી રાહત મળવાની છે, કારણ કે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈ તરફથી માર્ચ 2024થી ડીએનડી એટલે કે ડૂ-નોટ-ડિસ્ટર્બ એપ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. આ સર્વિસ તમામ એન્ડ્રોયડ સ્માર્ટફોન યૂઝર માટે ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે લાંબા સમયથી ડીએનડી એપ સર્વિસને શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી, હવે એન્ડ્રોયડ યૂઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવશે. 

કોણ ઉઠાવી શકશે ફાયદો
ડીએનડી સર્વિસને સૌથી પહેલા એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ આઈઓએસ યૂઝર્સે હાલ ડીએનડી સર્વિસ માટે રાહ જોવી પડશે, કારણ કે એપલ તરફથી કોલ લોગનું એક્સેસ આપવાની ના પાડી દેવામાં આવી છે, પરંતુ સેક્રેટરી વી રઘુનંદનનું કહેવુ છે કે જલ્દી આઈઓએસ ડિવાઇસ માટે ડીએનડી સર્વિસ શરૂ કરવામાં આવશે. 

શું થશે ફાયદો?
ડીએનડી એપ સર્વિસને લોન્ચ કર્યા બાદ બિનજરૂરી મેસેજ અને કોલથી છુટકારો મળી જશે. વર્તમાન સમયમાં નકલી કોલ અને મેસેજ એક મોટી સમસ્યા બનેલા છે. તેવામાં ટ્રાઈ તરફથી નવુ એપ બેસ્ડ સોલ્યૂશન લાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ટ્રાઈ ડીએનડી સર્વિસ પ્રાયલટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે, જેથી એપની ખામીઓમાં સુધારા કરી શકાય. ત્યારબાદ માર્ચમાં આ એપને દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. 

કઈ રીતે કરશે કામ
ડીએનડી એપને તમારા મોબાઇલ ફોનના કોલ લોગનું એક્સેસ જોઈશે. તેનાથી એપ જાણકારી મેળવશે કે તમારા મોબાઈલ ફોનમાં ક્યાં કોલ અને મેસેજ નકામા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news