google play store: ગૂગલે સર્વિસ ફી ન ચૂકવનારી 10 કંપનીની એપને એપ સ્ટોર પરથી હટાવી દીધી છે. જેના કારણે હોબાળો થયો છે..જે એપને હટાવવામાં આવી છે તેમાં મોટા ભાગની મેટ્રિમોનિયલ એપ્સ છે..મેટ્રિમોનિયલ એપ્સ જેમ કે શાદી, મેટ્રિમોનીડોટકોમ અને ભારત મેટ્રિમોની એપ્સ ગાયબ જણાઇ હતી. એ જ રીતે બાલાજી ટેલિફિલ્મ્સની એએલટીટી, કુકુએફએમ, ક્વેક ક્વેક, ટ્રુલી મેડલી એપ્સ પ્લે સ્ટોર પર નથી જોવા મળી રહી. ગૂગલની પંદરથી ત્રીસ ટકા ફી ચાર્જ કરતી અગાઉની સિસ્ટમને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ગૂગલે ઇન એપ પેમેન્ટ પર અગિયાર ટકાથી 26 ટકા સર્વિસ ફી લાદતાં વિવાદ શરૂ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Heroએ સસ્તું કર્યું પોતાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 30 હજાર રૂપિયા ઘટાડ્યા, જાણો ફીચર્સ
શું વાત છે...સ્ત્રીઓને આવા પુરૂષો ગમે છે? જવાબ જાણીને તમે પણ કહેશો ના હોય...!!!


જેને પગલે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ એપની માલિક કંપનીઓને વચગાળાની કોઇ રાહત આપવાનું  નકારી કાઢતાં ગૂગલે આ કંપનીઓની એપ્સ ફી ન ચૂકવવા બદલ હટાવવા માંડી હતી. ભારત મેટ્રિમોનીના સ્થાપક એમ. જાનકીરમને ગૂગલના આ પગલાંને ભારતમાં ઇન્ટરનેટના ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સીસીઆઇમાં આ બાબતે સુનાવણી થઇ રહી છે ત્યારે ગૂગલે આ પગલું ઉતાવળે ભરવાની શું જરૂર હતી? ગૂગલ સીસીઆઇના આદેશનું પાલન કરતી નથી તે બાબતની સરકારે નોંધ લેવી જોઇએ.


કેમ કાન સફાઇનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ? ડોક્ટર પાસેથી જાણો સાફ કરવાની સાચી રીત
જામનગરમાં જમાવડો: બોલીવુડને ત્રણ સુધી લાગશે તાળાં, અનંત-રાધિકાના ફંક્શનમાં ઉમટ્યું બોલીવુડ, Inside Photos


ગૂગલે કહ્યું કે "વર્ષોથી કોઈપણ અદાલત અથવા નિયમનકારે Google Play પર ચાર્જ લેવાનો અધિકાર નકાર્યો નથી." કંપનીએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેમના આમ કરવાના અધિકારમાં "દખલ કરવાનો ઇનકાર કર્યો".


Health Tips: ભૂલથી પણ આ ફળોની છોતરા ન કાઢતાં, નહીંતર...તમારા સ્વાસ્થ્યના નિકળી જશે 'છોતરાં'
Shani Uday 2024: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ


આ એપ્સ છે સામેલ
જોકે રિપોર્ટસ જણાવે છે કે ગૂગલે Info Edge ની મુખ્ય એપ્સ  Naukri.com અને  99acres ને હટાવી દીધી છે. સાથે જ BharatMatrimony અને Shaadi.com ને પણ હટાવી દીધી છે. હટાવવામાં આવેલી એપ્સમાં ઓનલાઇન ડેટિંગ એપ્સ Truly Madly અને  QuackQuack, સ્થાનિક ભાષા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Stage, બાલાજી ટેલીફિલ્મ્સ ની Altt અને ઓડિયો સ્ટ્રીમિંગ અને પોડકાસ્ટ એપ Kuku FM સામેલ છે. 


ઇડલી-ડોસા વેચીને દર મહિને ₹5 કરોડની કમાણી, કેવી રીતે થઇ રામેશ્વર કેફેની શરૂઆત?
સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ


શું છે વિવાદ
વિવાદ એપ ઇન-એપ પેમેન્ટ્સ પર 11 થી 26 ટકા ચાર્જ કરવા અંગેનો છે, જ્યારે સ્પર્ધા વિરોધી સંસ્થા CCIએ અગાઉ 15 થી 30 ટકા ચાર્જ કરવાની જૂની સિસ્ટમને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગૂગલ પ્લેટફોર્મ ફી સામેની તેમની લડાઈમાં આ એપ્સ પાછળ રહેલી કંપનીઓને વચગાળાની રાહત આપી નથી. આ પછી Google એ એપ્સને હટાવી દીધી જેણે ફી ચૂકવી ન હતી.


Climate Change: ભારત માટે ચેતવણી : વગર સિઝનમાં વરસાદ પડશે, ઠંડી અને ગરમી વધશે
ગુજરાતની ITI માં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ એડમિશન માટે મુકશો દોટ


ગૂગલે શું કહ્યું
ગૂગલનું કહેવું છે કે તેણે કંપનીઓને તૈયારી કરવા માટે 3 વર્ષથી વધુ સમય આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશના ત્રણ અઠવાડિયાનો સમાવેશ થાય છે. કંપની કહે છે કે તે તેની નીતિઓ સમગ્ર ઇકોસિસ્ટમમાં એકસરખી રીતે લાગુ થાય તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે, કારણ કે તે વૈશ્વિક સ્તરે કોઈપણ નીતિના ઉલ્લંઘન માટે કરે છે.


BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી
ચારેબાજુ ધૂમાડો, જમીન પર પડ્યા લોકો...બેંગલુરૂના કેફેમાં બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો

ભારતીય એપ ડેવલોપર્સે શું કહ્યું
Info Edge ના ફાઉન્ડર સંજીવ બિખચંદાની દાવો કર્યો કે કંપનીએ તમામ બાકી ગૂગલ ઇનવોઇસની સમયસર ચૂકવી દીધા છે અને તેની નીતિઓનું પાલન કર્યું છે. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને તેમની ઓફિસને ટેગ કરીને X પર પોસ્ટ કર્યું. તેમને પોસ્ટમાં કહ્યું કે "ભારતીય કંપનીઓ હમણાં સ્વિકારી લે. પરંતુ ભારતને એક એપ સ્ટોર/પ્લે સ્ટોરની જરૂર છે જે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે - જેમ કે UPI અને ONDC નો ભાગ છે. પ્રતિક્રિયા રણનીતિક હોવી જોઇએ." ભારત મેટ્રિમોનીના સ્થાપક મુરુગવેલ જાનકીરામને આ પગલાને ભારતમાં ઈન્ટરનેટ માટે "કાળા દિવસ" ગણાવ્યો.