Googleએ આ 6 એપ્સને Play Storeથી હટાવી, જાણો કઇ-કઇ એપ છે સામેલ
તકનીકી વિકાસના ક્રમમાં, જ્યાં ફોન સ્માર્ટ થઈ રહ્યા છે, માણસ વિકલાંગ બની રહ્યો છે. તો અપરાધની દુનિયા પણ સોફ્ટવેરવાળી થઇ ગઈ છે. ગૂગલને પણ તેના પ્લે સ્ટોરમાં કંઈક આવું જ મળ્યું અને પછી પ્લે સ્ટોરમાંથી તે 6 એપ્સ કાઢી નાંખી જે જોખમી હતી. ગુગલે (Google) બીજી વખત આ પગલું ભર્યું છે.
નવી દિલ્હી: તકનીકી વિકાસના ક્રમમાં, જ્યાં ફોન સ્માર્ટ થઈ રહ્યા છે, માણસ વિકલાંગ બની રહ્યો છે. તો અપરાધની દુનિયા પણ સોફ્ટવેરવાળી થઇ ગઈ છે. ગૂગલને પણ તેના પ્લે સ્ટોરમાં કંઈક આવું જ મળ્યું અને પછી પ્લે સ્ટોરમાંથી તે 6 એપ્સ કાઢી નાંખી જે જોખમી હતી. ગુગલે (Google) બીજી વખત આ પગલું ભર્યું છે.
આ પણ વાંચો:- Airtelના એક્સટ્રીમ બંડલ પ્લાન લોન્ચ, સાથે મળશે 4 હજારની કિંમતનું ટીવી બોક્સ ફ્રી
આ એપ છે શામેલ
પ્રાપ્ત જાણકારી અનુસરા, ગુગલ (Google)એ કનવીનિયન્ટ સ્કેનર 2 (Convimemt Scanner 2), સેફ્ટી એપલોક (Safety Applock), PUSH મેસેજ- ટેક્સ્ટિંગ એન્ડ એસએમએસ (Push Message- Texting and SMS), ઇમોજી વોલપેપર (Emogy Wallpaper), સેપરેટ ડોક સ્કેનર (Seperate Doc Scanner) અને ફિંગરટિપ ગેમબોક્સ (Fingertip Gamebox)ને પ્લે સ્ટોર (Play Store) લિસ્ટથી હટાવી દેવામાં આવી છે. આ એપ જોકર માલવેરથી સંક્રમિત હતી.
આ પણ વાંચો:- સેમસંગ M51થી પોકો M2 સુધી, આ સપ્તાહે આવી રહ્યાં છે દમદાર સ્માર્ટફોન
2017માં પણ કરી હતી કાર્યવાહી
જોકર માલવેર ડિવાઇસમાં પ્રવેશ્યા પછી યૂઝર્સને પ્રીમિયમ સેવા માટે કોઈપણ જાણકારી વગર સબ્સ્ક્રાઇબ કરે છે. જો કોઈએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી છે, તો તે એક મોટું જોખમ સાબિત થઈ શકે.
આ પણ વાંચો:- Facebookએ ભારતમાં શોર્ટ વીડિયો મેકિંગ ટેબ ઇન્સ્ટાગ્રામ રીલ લોન્ચ કરી
આ એપ્સને લગભગ 2 લાખતી વધુ લોકોએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી હતી. 2017થી ગુગલે પ્લે સ્ટોરથી આવી 1700 એપ્સ હટાવી છે જે જોકર માલવેરથી સંક્રમિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર