નવી દિલ્હી: ભારતમાં જીમેલ (Gmail) અને અન્ય ઇન્ટરનેટ સેવાઓએ બુધવારે સાંજે કામ કરવાનું બંધ કરવાનું બંધ કરી દીધું છે. ખાસકરીને એરટેલ યૂઝર્સ આ સર્વિસીઝને એક્સેસ નહી શકતા નથી. જીમેલ અચાનક કામ ન કરતાં ઘણા યૂઝર્સ પરેશાન થઇ ગયા. દેશમાં અત્યારે આમ પણ એપ્સને લઇને અલગ માહોલ છે. ભારત સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે ગૂગલ ચીનનું નથી, એવામાં જીમેલ બંધ થવાનું કારણ બીજું ન હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સહિત કેટલાક અન્ય દેશોના યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૂગલ સર્વિસનું કામ ન કરવાની ફરિયાદ કરી. તેમણે જીમેલ અને ગૂગલની અન્ય સેવાઓને એક્સસ કરવામાં સમસ્યા થઇ રહી હતી. પછી કંપનીએ તેને લઇને સ્પષ્ટીકરણ આપ્યું. પોપુલર આઉટેઝ ટ્રેકિંગ પોર્ટલ ડાઉન ડિટેક્ટરે પણ જણાવ્યું કે ગૂગલ સર્વરમાં સમસ્યા હતી. 


જોકે કંપનીએ ઉપયોગકર્તાને જવાબ આપતાં કહ્યું કે તે સમસ્યાને હલ કરવા માટે કામ પર લાગેલા છે. ડાઉન ડિટેક્ટરનું માનીએ તો લગભગ 62 ટકા યૂઝરને જીમેલ કામ કરી રહ્યું ન હતું. તેમને ઇમેલ મોકલવા અને રિસીવ કરવામાં સમસ્યા આવી રહી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube