Google Search Tips: આજ કાલ તો જે પણ કઈ માહિતી લેવી હોય તો ફટાક દઈને ગૂગલ સર્ચ કરવાની આદત જોવા મળી રહી છે. આપણું સામાન્ય રીતે એવું જ માનવું હોય છે કે જે પણ કઈ જાણવું હોય તો ગૂગલને પૂછી લો. ક્યારેક આ માહિતી સાચી હોય છે તો ક્યારેક ખોટી પણ હોઈ શકે છે. પરંતુ શું તમને ખબર છે કે એવી કેટલીક માહિતી છે જે તમારે ગૂગલ પર સર્ચ કરવાનું જોખમ બિલકુલ લેવું જોઈએ નહીં. કારણ કે તે ઝેરના પારખા કરવા બરાબર છે. આ સર્ચ બદલ તમારે જેલમાં પણ જવું પડી શકે છે. ગૂગલ પર ખુબ જ સમજી વિચારીને માહિતી સર્ચ કરવી જોઈએ. એવી કઈ 3 વસ્તુ તમારે ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ તે અંગેની માહિતી ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્ભપાત કેવી રીતે કરવો
ગૂગલ પર ગર્ભપાત કરવાની રીતો વિશે માહિતી સર્ચ કરવી એ ગુનાની શ્રેણીમાં આવે છે. આથી જો તમે આવી કોઈ માહિતી સર્ચ કરશો તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. ભારતીય કાયદા મુજબ ડોક્ટરોની ભલામણ વગર ગર્ભપાત થઈ શકતો નથી. આથી જો તમે તે વિશે સર્ચ  કરો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો. 


બોમ્બ બનાવવાની રીત સર્ચ ન કરવી
ક્યારેક લોકો ગૂગલ પર જીજ્ઞાસા હેતુસર કે પછી અન્ય કોઈ કારણસર એવી બિનઉપયોગી વસ્તુઓ સર્ચ કરતા હોય છે કે પછી તેના કારણે મુસીબત પણ આવી પડતી હોય છે. ગૂગલ પર ક્યારેય સંદિગ્ધ ચીજો જેમ કે બોમ્બ બનાવવાની રીત વગેરે સર્ચ કરવું જોઈએ નહીં. આ ગતિવિધિઓ પર સાઈબર સેલની નજર હોય છે. જો તમે આવું કઈ કન્ટેન્ટ સર્ચ કરો તો મુશ્કેલી આવી પડી શકે. સુરક્ષા એજન્સીઓ તમારા વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે જેને પગલે જેલમાં જવાનો વારો આવે. 


ચાઈલ્ડ પોર્ન
ગૂગલ પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું, જોવું કે પછી શેર કરવું એ ગુનો ગણાય છે. તે સંલગ્ન કાયદાનો ભંગ  કરો તો જેલમાં જવું પડી શકે. ભારતમાં પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે કાયદો ખુબ કડક છે. માટે આવું કોઈ જ કન્ટેન્ટ ગૂગલ પર સર્ચ કરવું ન જોઈએ. 


જુઓ Live Tv


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube