શું ફટાફટ ઉતરી જાય છે તમારા એન્ડ્રોઇડ ફોનની બેટરી ? આ છે Googleની ખાસ સલાહ
ગૂગલે પોતાના એક રિપોર્ટમાં મહત્વનો ખુલાસો કર્યો છે
સાન ફ્રાંસિસ્કો : જેમજેમ સ્માર્ટફોન એડવાન્સ થઈ રહ્યા છે તેમતેમ બેટરીની ખપત વધી જાય છે. સ્માર્ટફોનનો ડિસ્પ્લે બેટરીનો બહુ પાવર વાપરે છે. આ કારણે જ સ્માર્ટફોનના ડાર્ક મોડ લોકપ્રિય થઈ રહ્યા છે. જોકે ગૂગલે અનેક વર્ષો સુધી પોતાની મટિરિયલ થીમમાં સફેદ રંગ પર ભાર મુક્યો છે. જોકે હવે ગૂગલે એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.
ગૂગલે પુષ્ટિ કરી દીધી છે કે એન્ડ્રોઇડ ફોનને ડાર્ક મોડ પર રાખવાથી ઓછી ઉર્જા વપરા છે અને બેટરીની લાઇફ બચી જાય છે. આ સાથે જ ગૂગલે ફોનમાં બેટરીનો વધારે વપરાશ રોકવા માટે ખાસ ટિપ્સ પણ આપી છે. ગૂગલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેટરીના વધારે વપરાશનું કારણ સ્ક્રીનની બ્રાઇટનેસ અને સ્ક્રીનનો રંગ પણ છે.
રિસર્ચમાં માહિતી મળી છે કે ડાર્ક મોડમાં સામાન્ય મોડની સરખામણીમાં 43 ટકા ઓછી બેટરી વપરાય છે. મોટાભાગે પારંપરિક ડિઝાઇનમાં વ્હાઇટનો વધારે વપરાશ થાય છે પણ આ રંગ વધારે બેટરીનો વપરાશ કરે છે.