નવી દિલ્હી: ગૂગલ (Google) એ ગત વર્ષ પોતાની મેપ સેવા (ગૂગલ મેપ્સ) થી 30 લાખથી વધુ બનાવટી બિઝનેસ એકાઉન્ટને દૂર કર્યા છે. કંપનીના બ્લોગ અનુસાર આ બનાવટી એકાઉન્ટ દ્વારા ગ્રાહકોને છેતરાવવાની સંભાવના છે. ગૂગલે કહ્યું કે ઘણીવાર બિઝનેસ છેતરપિંડી ટેક્સ બેનિફેટ મેળવવા માટે સ્થાનિક રીતે લિસ્ટિંગ કરે છે. ગૂગલ લોકોના બિઝનેસ સાથે જોડાવવા માટે સંપર્ક સૂત્ર અને તેમના સુધી પહોંચવાનો રસ્તો બતાવવાની સેવાઓ આપે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે 10 વાગ્યા પછી ટિકીટ ચેક ન કરી શકે TTE, જાણો રેલવેના જરૂરી નિયમો


મફત સેવાના પણ પૈસા લે છે
ગૂગલ મેપ્સના ઉત્પાદન ડિરેક્ટર ઇથલ રસેલે તાજેતરમાં એક બ્લોગમાં કહ્યું કે આ છેતરપિંડી વેપાઓ પાસેથી તે સેવાઓ માટે પૈસા લે છે જે હકિકતમાં મફત છે. આ પોતાને અસલી બિઝનેસમેન બતાવીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરે છે. તેમણે કહ્યું કે ગૂગલ એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જેના મંચના દુરઉપયોગને ઘણી હદે અટકાવી શકાય.

Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત


85 ટકા બનાવટી એકાઉન્ટને દૂર કર્યા
રસેલે કહ્યું કે ગત વર્ષે અમે 30 લાખથી વધુ બનાવટી એકાઉન્ટને દૂર કર્યા છે. તેમાંથી 90 ટકાથી વધુ બિઝનેસ એકાઉન્ટ એવા હતા જેમને કોઇ ગ્રાહક ખોલી ન શક્યા. આ પુરી પ્રક્રિયામાં લગભગ 85 ટકા બનાવટી એકાઉન્ટને અમારી આંતરિક સિસ્ટમે જ હટાવી દીધા.


ગ્રાહકોએ અઢી લાખથી વધુ બનાવટી એકાઉન્ટની ફરિયાદ કરી. કંપનીએ દુરઉપયોગ કરનાર એવા લગભગ દોઢ લાખથી બનાવટી બનાવટી એકાઉન્ટ હટાવી દીધા જે 2017ના મુકાબલે 50 ટકા વધુ છે. રસેલે કહ્યું કે કંપની આવા બનાવટી એકાઉન્ટને દૂર કરવા માટે બીજી નવી રીત પર કામ કરી રહી છે.