Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત

Xiaomi એ તાજેતરમાં જ પોતાની CC સીરીઝની જાહેરાત કરી છે, જેને જલદી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ સીરીઝને યંગ અને ક્રિએટિવ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કંપની આ સીરીઝમાં સૌથી પહેલાં CC9 અને CC9eને માર્કેટમાં લોન્ચ કરશે. IANS ના રિપોર્ટ અનુસાર હવે શાઓમીએ CC series ની લોન્ચિંગ ડેટનો ખુલાસો ચીનની સોશિયલ સાઇટ Weibo દ્વારા કર્યો છે. આ પોસ્ટ અનુસાર કંપની CC9 series ને 2 જુલાઇએ લોન્ચ કરશે. અમે તમને અહીં Xiaomi CC9 અને CC9e ન સ્પેસિફિકેશન્સ  અને ફીચર્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 
Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત

નવી દિલ્હી: Xiaomi એ તાજેતરમાં જ પોતાની CC સીરીઝની જાહેરાત કરી છે, જેને જલદી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ સીરીઝને યંગ અને ક્રિએટિવ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કંપની આ સીરીઝમાં સૌથી પહેલાં CC9 અને CC9eને માર્કેટમાં લોન્ચ કરશે. IANS ના રિપોર્ટ અનુસાર હવે શાઓમીએ CC series ની લોન્ચિંગ ડેટનો ખુલાસો ચીનની સોશિયલ સાઇટ Weibo દ્વારા કર્યો છે. આ પોસ્ટ અનુસાર કંપની CC9 series ને 2 જુલાઇએ લોન્ચ કરશે. અમે તમને અહીં Xiaomi CC9 અને CC9e ન સ્પેસિફિકેશન્સ  અને ફીચર્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

આ સીરીઝનો પ્રથમ CC ડિવાઇસ ઓનલાઇન તાજેતરમાં જ લીક થયો છે. આ લીક ફોટામાં ફ્રંટ પર ઓલ ડિસ્પ્લે સ્ક્રીન જોવા મળે છે. આ ડિવાઇસનું નામ Xiaomi CC9 Smartphone છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડિવાઇસમાં ફ્લિપ અપ કેમેરા આપી શકે છે. Xiaomi CC9 ની લીક એવા સમયે આવી છે જ્યારે Xiaomi CEO Lei Jun એ ન્યૂ CC લાઇનઅપ ડિવાઇસની જાહેરાત કરી છે.

Jun ના અનુસાર શાઓમી ત્રણ અલગ-અલગ ડિવાઇસોને લાઇનઅપ કરશે. તેમાં Xiaomi Mi series, Mi MIX series અને ન્યૂ CC સીરીઝ સામેલ છે. કંપનીએ આ ઉપરાંત આ જાણકારી આપી છે કે તેણે આ ન્યૂ સ્માર્ટફોન સીરીઝ માટે Meitu સાથે પાર્ટનરશિપ કરી છે. Xiaomi CC9 જે જ્યાં ફ્લિપ-અપ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ CC9e ને વોટરડ્રોપ નોચ સાથે રજૂ કરવામાં આવી શકે છે. લીક ઇમેજને ધ્યાનથી જોવામાં આવે તો ડિવાઇસમાં નૈરો ટોપ એન્ડ સાઇડ બેજલ્સને જોઇ શકાય છે.  Xiaomi CC9 ના ફ્રંટમાં બેજલ્સ ખૂબ થિક છે. 

ફોનમાં Flip up કેમેરા સાથે Xiaomi CC9 માં ટ્રિપલ કેમેરા સેટઅપ આવી શકે છે. એવો flip-up કેમેરા સેટઅપ Asus 6Z માં પણ આપવામાં આવ્યો હતો. તેનાથી ફોનમાં સારી સેલ્ફી પિક્ચર મળે છે. Xiaomi CC9 ની લીક ફોટોમાં થિન સ્પીકર ટોપમાં ગ્રિલ પર જોઇ શકાય છે. આ ઇમેજને સૌથી પહેલાં ચાઇનીઝ સોશિયલ મીડિયા વેબસાઇટ Weibo પર સ્પોટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્માર્ટફોન વિશે બીજી ઘણી જાણકારી હજુ સુધી મળી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news