નવી દિલ્હીઃ હાર્લી-ડેવિડસન(Harley-Davidson)એ ભારતમાં સ્પોર્ટસ્ટર S(Sportster S) બાઈક લોન્ચ કર્યું છે. અમેરિકન મોટરસાઈકલ કંપનીની નવી બાઈકની એક્સ-શોરૂમ કિંમત 15.51 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Pan America 1250 પછી આઈકોનિક અમેરિકન બ્રાન્ડ દ્વારા આ વર્ષે આ બીજું લોન્ચિંગ છે. હાર્લી-ડેવિડસને આ વર્ષે જુલાઈમાં વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ્ટર એસ રજૂ કરી હતી. હવે ભારતમાં આ મોટરસાઈકલ આવી ગઈ છે. તેને તાજેતરમાં ઈન્ડિયા બાઇક વીક 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે Pan America પછી બ્રાન્ડની લાઇનઅપમાં બીજી સૌથી શક્તિશાળી મોટરસાઇકલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલર ઓપશન- આ બાઈક ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે - વિવિડ બ્લેક, સ્ટોન વૉશ વ્હાઇટ પર્લ અને મિડનાઇટ ક્રિમસન. Hero MotoCorpના હાર્લી-ડેવિડસન બિઝનેસ યુનિટના પ્રમુખ, રવિ અવલુરે જણાવ્યું કે, “સ્પોર્ટસ્ટર મોડલ એ પાયો છે જેના પર ભારતમાં હાર્લી-ડેવિડસન બ્રાન્ડનું નિર્માણ થયું હતું. નવા પેન અમેરિકા 1250 સાથે, સ્પોર્ટસ્ટર એસ હાર્લી-ડેવિડસનના ઉત્પાદ પોર્ટફોલિયોને મજબુત બનાવશે. અને ભારતીય ગ્રાહકોના વિશાળ સ્પેક્ટ્રમની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

એન્જીન અને પાવર- સ્પોર્ટસ્ટર એસમાં હાર્લી-ડેવિડસનનું રિવોલ્યુશન મેક્સ એન્જીન આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પેન અમેરિકા 1250 બાઇકમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. આ બાઇક ભારતમાં પહેલાથી જ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ એક 1252cc લિક્વિડ-કૂલ્ડ, V-ટ્વીન એન્જીન છે જે સ્પોર્ટસ્ટર એસ સાથે થોડું અલગ રીતે ટ્યુન કરવામાં આવ્યું છે. આ મોટરસાઇકલમાં આ એન્જીન 119 BHPનો પાવર અને 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

ફીચર્સ- Harley-Davidson Sportster S મોટરસાઇકલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 4-ઈંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 6-એક્સિસ IMU, ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, રાઇડ મોડ, ક્રૂઝ કંટ્રોલ, TMPS અને ફુલ-LED લાઇટિંગ જેવી સુવિધાઓ છે. સસ્પેન્શન અને બ્રેકિંગ- સસ્પેન્શન માટે, હાર્લી-ડેવિડસનના આગળના ભાગમાં સંપૂર્ણપણે એડજસ્ટેબલ યુએસડી ફોર્ક અને પાછળના ભાગમાં મોનો-શોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ બ્રેમ્બો 4-પિસ્ટન રેડિયલ કેલિપર્સ સાથે 320 mm ફ્રન્ટ રોટર અને 2-પિસ્ટન બ્રેમ્બો કેલિપર્સ સાથે 260 mm પાછળના રોટર આપવામાં આવ્યા છે.