આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચાઈનીઝ કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર
ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ.
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ.
રક્ષામંત્રીએ રશિયા પ્રવાસને ગણાવ્યો સ્પેશિયલ, S-400 મિસાઈલ સિસ્ટમ સપ્લાય પર આપ્યું આ નિવેદન
Micromax
માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સ (Micromax Informatics ) ભારતની સૌથી મોટી ફોન ઉત્પાદન કરનારી કંપની છે. તે ઓછા ખર્ચે સારા અને સસ્તા હેન્ડસેટ બનાવે છે. એલઈડી ટીવી અને ટેબલેટ પણ બનાવે છે. અમારી સહયોગી zeebiz.comના જણાવ્યાં મનુજબ કંપનીનું હેડક્વાર્ટર હરિયાણાના ગુરુગ્રામમાં છે. 2008માં કંપનીએ મોબાઈલ વેચવાનું શરૂ કર્યું. મોહિત શર્મા, દેવાસ અને રોહિત પટેલ કંપનીના સહ સંસ્થાપક છે. Micromax ના કેટલાક ફેમસ મોડલમાં Canvas Infinity અને Infinity N11 સામેલ છે.
Karbonn
Karbonn Mobiles મોબાઈલ ફોન એસેસરિઝથી માડીને સ્માર્ટફોન, ટેબલેટ અને એસેસરિઝ બનાવે છે. આ કંપની બેંગ્લુરુથી દિલ્હી સ્થિત જૈન ગ્રુપ અને યુટીએલ ગ્રુપ વચ્ચે એક Joint Venture છે. તેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. હાલ તે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને મધ્ય પૂર્વ તથા યુરોપ જેવા દેશોમાં કારોબાર કરે છે. Karbonnની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. પ્રસિદ્ધ કાર્બન મોડલમાં ટાઈટેનિયમ એસ 9 પ્લસ, કાર્બન વી 1, 9 સ્માર્ટ પ્લસ સામેલ છે.
Lava
લાવા ઈન્ટરનેશનલ (LAVA International)એ વર્ષ 2009માં ભારતમાં પોતાનું કામ શરૂ કર્યું. જેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હરિઓમ રાયે સર્વશ્રેષ્ઠ આપવા માટે પોતાના હાથમાં લેવા સાથે લોકોને સશક્ત બનાવવાનું પણ શરૂ કર્યું. CMR રિટેલ સેન્ટીમેન્ટ ઈન્ડેક્સ 2018માં લાવાને સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ તરીકે સ્થાન અપાયું હતું. આ એકમાત્ર એવી કંપની પણ છે જેની સંપૂર્ણ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે.
XOLO
XOLO લાવા ઈન્ટરનેશનલની સહાયક કંપની છે. તેનું હેડક્વાર્ટર નોઈડામાં છે. XOLO X900 ઈન્ટેલ પ્રોસેસરવાળો સ્માર્ટફોન લોન્ચ કરનારી પહેલી કંપની બની. તે XOLO બ્લેક છે અને XOLO Q સિરીઝ પણ ખુબ પ્રખ્યાત છે.
YU
YU Televentures એક ભારતીય બ્રાન્ડ છે અને Cyanogen Inc તથા Micromax Informatics Limitedની સહાયક કંપની છે. YUનું હેડક્વાર્ટર ગુરુગ્રામ હરિયાણા ખાતે છે. માઈક્રોમેક્સના સહ સંસ્થાપક રાહુલ શર્મા YUમાં 99 ટકા નિયંત્રણ ભાગીદારીના માલિક છે. YU Televenturesના કેટલાક અદભૂત મોડલ YU Yunique 2, YU Yureka 2 અને YU Ace છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube