ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick
ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન (Online) હોવાની જાણ ન થઈ જાય.
નવી દિલ્હીઃ પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ બધા કરે છે. ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન (Online) હોવાની જાણ ન થઈ જાય. બની શકે કે આપણે કોઈ વ્યક્તિ સાથે ચેટિંગ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ બીજાને તેની ખબર ન પડવી જોઈએ. આવી સ્થિતિમાં અમે તમારા માટે એક કમાલની વોટ્સએપ ટ્રિક (how to chat without showing online in whatsapp) જણાવવાના છીએ, જેના દ્વારા તમે વોટ્સએપ ચેટિંગ કરતા ઓનલાઇન દેખાશો નહીં.
આ છે પ્રથમ રીત
- પહેલી રીતમાં અમે સ્માર્ટફોનના નોટિફિકેશનની વિન્ડોનો ઉપયોગ કરવાના છીએ.
- હકીકતમાં જ્યારે વોટ્સએપ પર કોઈ મેસેજ આવે છે તો તેનું નોટિફિકેશન જરૂર તમારા ફોન પર આવતું હશે.
- જો તમે વધુ જૂના ફોનનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ તો મેસેજની નીચે Reply નો વિકલ્પ મળતો હશે.
- આ ઓપ્શનમાં જઈને તમે વોટ્સએપ શરૂ કર્યા વગર મેસેજનો જવાબ આપી શકો છો.
- આમ કરવાનો ફાયદો થશે કે તમારા Last Seen સ્ટેટસમાં કોઈ ફેરફાર થશે નહીં.
- એટલે કે બીજા લોકોને ખબર પડશે નહીં કે તમે ઓનલાઇન છો.
આ પણ વાંચોઃ WhatsApp એ પ્રાઈવેસી પોલિસી પર માર્યો યૂ-ટર્ન, કહ્યું- નહીં ડિલીટ થયા એક પણ એકાઉન્ટ
આ છે બીજી રીત
- આ માટે તમારે તમારા સ્માર્ટફોનના મોબાઇલ ડેટા અને વાઈફાઇનું કનેક્શન બંધ કરવું પડશે.
- ત્યારબાદ Whatsapp ખોલો અને તે મેસેજ પર જાવ જ્યાં તમારે રિપ્લે આપવાનો છે.
- તમારો મેસેજ ટાઈપ કરો અને મોકલી દો. આ મેસેજ હાલ સેન્ડ થશે નહીં.
- હવે તમારૂ વોટ્સએપ બંધ કરી દો.
- સ્માર્ટફોનનું ઇન્ટરનેટ ફરી શરૂ કરો.
- હવે તમે ટાઇપ કરેલો મેસેજ ઓટોમેટિક સેન્ડ થઈ જશે અને તમે કોઈને ઓનલાઇન દેખાશો પણ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube