Voter Id card Address Update: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કોઈપણ સમયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ દેશની સૌથી મોટી ચૂંટણી હોય છે અને તેમાં દરેક વ્યક્તિનો મત મહત્વનો હોય છે. તેથી ચૂંટણી પહેલા વોટર આઇડી કાર્ડ સંબંધિત જરૂરી જાણકારી પણ અપડેટ હોય તે ચકાસી લેવું. ખાસ કરીને જો વોટર આઇડી માં તમારું સરનામું બરાબર નહીં હોય તો તમે મત આપી નહીં શકો. વોટર આઇડીમાં સરનામું અપડેટ કરવા માટે તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ નુસખા


જો તમારું સરનામું બદલ્યું છે તો વોટર આઇડીમાં આ વખતની ચૂંટણી પહેલા એડ્રેસને અપડેટ કરી લેવું જોઈએ. તેના માટે તમારે કોઈ ઓફિસમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરીને પણ વોટર આઇડી કાર્ડ માં એડ્રેસ અપડેટ કરી શકો છો. આજે અહીં તમને એડ્રેસ અપડેટ કરવાની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ જણાવીએ. 


ચુંટણી કાર્ડમાં ઓનલાઈન એડ્રેસ અપડેટની પ્રોસેસ 


આ પણ વાંચો: ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ


- વોટર આઇડી કાર્ડ માં એડ્રેસ અપડેટ કરવા માટે સૌથી પહેલા નેશનલ વોટર સર્વિસ પોર્ટલની વેબસાઈટ પર જવું. વેબસાઈટ પર લોગીન કરવું. વેબસાઈટના હોમપેજ પર તમને Correction of entries in electoral roll સેક્શન દેખાશે તેના પર ક્લિક કરવું.


- ત્યાર પછી ફોર્મ 8 બટન પર ક્લિક કરવું. ક્લિક કર્યા પછી એક નવું પેજ ઓપન થશે જ્યાં જરૂરી જાણકારી ભરી દેવી. છેલ્લે સેલ્ફ ઓપ્શન સિલેક્ટ કરી સબમીટ પર ક્લિક કરો. 


આ પણ વાંચો: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ


- ત્યાર પછી તમને Shifting of Residence ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો અને સાથે જ જણાવો કે તમે વિધાનસભા ક્ષેત્રની અંદર એડ્રેસ બદલ્યું છે કે તેની બહાર. આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ઓકે પર ક્લિક કરો. 


- ત્યાર પછી તમારું રાજ્ય, જિલ્લો, વિધાનસભા ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રની જાણકારી ભરી નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર પછી જે પેજ આવે તેમાં આધાર નંબર, ઇમેલ અને મોબાઈલ નંબર એડ કરી નેક્સ્ટ ઓપ્શન ક્લિક કરો.


આ પણ વાંચો: પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો બસ આ 3 ટીપ્સ ફોલો કરો, 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ


- ત્યાર પછી તમને તમારું એડ્રેસ પૂછવામાં આવશે જે નવું એડ્રેસ હોય તે ભરી અને આઇડી કાર્ડ અપડેટ કરવા માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો. તેમાં માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ અપલોડ કરી નેક્સ્ટ ક્લિક કરો અને છેલ્લે કેપ્ચા કોડ નોંધીને સબમિટ બટન ક્લિક કરો.


- ત્યાર પછી તમે જે એપ્લિકેશન કરી છે તેને વેરીફાઈ કરવામાં આવશે. બધી જ જાણકારી વેરીફાઇ થઈ ગયા પછી તમારા વોટર આઇડીમાં નવું એડ્રેસ અપડેટ કરી દેવામાં આવશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)