Maruti Suzuki લાંબા સમય બાદ રેકિંગમાં સરકી, Hundaiની આ કાર બની નંબર-1
મે મહિનામાં ભારતની સૌથી વેચાનારી કારની યાદીમાં એક રસપ્રદ ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે આ યાદીમાં ટોપ પર મારૂતિ સુઝુકીની કારના બદલે નવી લોન્ચ Hyundai Creta રહી છે.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)ની કાર કંપનીઓ પર ખરાબ અસર વર્તાઇ છે. પરંતુ તેનાથી પણ ખરાબ અસર મારૂતિ સુઝુકી (Maruti Suzuki) માટે છે. મારૂતિ સુઝુકી પહેલીવાર નંબર વન રેકિંગથી નીચે ઉતરી ગઇ છે. દેશમાં મારૂતિની સૌથી મોટી પ્રતિદ્વંદી હ્યુંન્ડાઇની એક કારે નંબર વનનું સ્થાન છિનવી લીધું છે. હ્યુંન્ડાઇની આ કાર હવે દેશમાં સૌથી વધુ વેચાનાર ગાડી બની ગઇ છે.
ક્રેટા બની સૌથી વધુ વેચાનારી કાર
મે મહિનામાં ભારતની સૌથી વેચાનારી કારની યાદીમાં એક રસપ્રદ ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે આ યાદીમાં ટોપ પર મારૂતિ સુઝુકીની કારના બદલે નવી લોન્ચ Hyundai Creta રહી છે. ક્રેટા પહેલીવાર ભારતની બેસ્ટ સેલિંગ કાર બની છે. આવું ઘણા વર્ષો પછી થયું છે કે મારૂતિની કાર બેસ્ટ સેલિંગ કાર નથી. કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનમાં સીમિત સંખ્યામાં ખુલેલી ડીલરશિપ દ્વારા Hyundai એ મે 2020માં 3212 નવી ક્રેટાનું વેચાણ કર્યું છે.
મારૂતિની આ કાર રહી બીજા નંબરે
ટોપ સેલિંગ કારની યાદીમાં બીજા નંબરે કોઇ હેચબેક અથવા સેડાન નહી પણ મારૂતિ સુઝુકીની MPV Ertiga છે. ક્રેટા બાદ મે મહિનામાં સૌથી વધુ મારૂતિ સુઝુકીની અર્ટિગા (Ertiga)નું વેચાણ થયું છે. મે મહિનામાં મારૂતિની આ પોપ્યુલર મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV)ની કુલ 2353 યુનિટ વેચાયા છે. મારૂતિ અર્ટિગાની શરૂઆતી કિંમત 7.59 લાખ રૂપિયા છે. અર્ટિગા પેટ્રોલ અને સીએનજી વર્જનમાં ઉપલબ્ધ છે.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે સામાન્ય લોકો ઉપરાંત કાર કંપનીઓની પર પણ ખરાબ અસર જોવા મળી છે. આખા દેશમાં લોકડાઉનના લીધે કારના વેચાણમાં ઘટાડો આવ્યો છે. કંપનીઓએ ગત વર્ષની સરખામણીએ 80-86 ટકા સુધીનું નુકસાન વેઠવું પડ્યું છે. મારૂતિ સુઝુકી (Maruti Suzuki)ના અનુસાર મે મહિનામાં તેની કુલ ઘરેલુ વેચાણ 88.89 વાહનો પર આવી ગઇ. આ પ્રકારે હ્યુંન્ડાઇ મોટર ઇન્ડીયા લિમિટેડ (Hundai India Ltd.)એ જણાવ્યું કે તેનું કુલ વેચાણ મે મહિનામાં 78.7 ટકાથી ઘટીને 12,583 વાહન રહ્યું હતું.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube