શહેરોને ભારે નુકસાનથી બચાવશે IIT ખડગપુરનો આ ભૂકંપ મેપ
ખડગપુરની IIT સંસ્થા. ખડગપુર IITના વૈજ્ઞાનિક એવો મેપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી જાણકારી મળી શકે કે ભૂકંપ આવવા પર કયા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થાય છે.
નવી દિલ્હી: જ્યારે કોઇ ભૂકંપ આવે છે, ત્યારે તે ના મેદાન જોવે છે ના શહેર, તેના માટે બધું એક સમાન છે. ઘણીવાર તો શહેરના શહેર ખંડેરમાં બદલાઇ જાય છે. તો ઉપરથી જાન-માલનું નુકસાન થાય તે અલગ. પરંતુ આવી આફતથી લોકોને કેવી રીતે બચાવવામાં આવે? એવી કઇ રીત છે જેનાથી ભૂંકપ આવવા પર ઓછામાં ઓછું નુકસાન થાય? તેના પર કામ કરી રહ્યું છે. ખડગપુરની IIT સંસ્થા. ખડગપુર IITના વૈજ્ઞાનિક એવો મેપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી જાણકારી મળી શકે કે ભૂકંપ આવવા પર કયા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થાય છે. આ મેપની મદદથી રાજ્ય સરકારને જાણકારી મળી શકશે કે શહેરમાં કઇ કઇ જગ્યાએ વધારે અલર્ટની જરૂરીતાય છે.
વધુમાં વાંચો: આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા
મેપનો શું થશે ફાયદો
હકીકતમાં, મેપ તે શહેરો માટે છે જ્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે. મેપ દ્વારા તે શહેરોની ઓળખ થઇ શકશે. ખાસ કરીને પહાળી વિસ્તારમાં સરકાર આ વાતની વ્યવસ્થા કરી શકશે કે આફત આવવા પર લોકોને જલ્દીથી જલ્દી કેવી રીતે રાહત મળે. બચાવ ટીમ કેવી રીતે રાહત પહોંચાવામાં સમય બાચવી શકે. આ સંશોધનથી રાજ્ય સરકારને વધારે જોખમી વિસ્તારોની ઓળખ જલ્દી કરવામાં મદદ મળશે. તેનાથી આફતના સમયે સમય બગાડ્યા વગર પ્રભાવિત લોકોને રાહત તેમજ બચાવ ટીમને પણ મોકલવામાં મદદ મળશે. આઇઆઇટી ખડગપુરના પ્રોફેસર શંકર કુમાર નાથે તેમના 25 વર્ષના કાર્યના આધારે આ રિસર્ચ કર્યું છે. તેમણે જણાવ્યું કે ઓછામાં ઓછા 10 લાખ લોકો પર હિમાલયના પહાળી વિસ્તારમાં આવતા ભૂકંપથી ગંભીર રીતથી પ્રભાવિત થવાનો ખતરો છે.
વધુમાં વાંચો: ક્રિસમસના અવસર પર WhatsApp એ આપી ભેટ, તમારી સેલ્ફીને આપો આવો અંદાજ
ભૂકંપ પર ભારતની સ્થિતિ
ભૂકંપના ખતરાના હિસાબથી ભારતને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ઝોન-2માં દક્ષિણ ભારતીય ક્ષેત્રને રખાવમાં આવ્યું છે. જ્યાં ભૂકંપનો ખતરો સૌથી ઓછો છે. જોન-3માં મધ્ય ભારત છે. ઝોન-4માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના તરાઇ વિસ્તારોને રાખવામાં આવ્યા છે. જ્યારે ઝોન-5માં હિમાલય ક્ષેત્ર અને પૂર્વોત્તર વિસ્તારો તથા કચ્છને રાખવામાં આવ્યું છે. ઝોન-5ની અંદર આવતા વિસ્તારોમાં સૌથી વધારે ખતરો છે. હકીકતમાં, ઇન્ડિયન પ્લેટ હિમાલયથી લઇને એન્ટાર્કટિકા સુધી ફેલાયેલી છે. આ પિમાલયના દક્ષિણમાં છે. જ્યારે યૂરેશિયન પ્લેટ હિમાલયના ઉત્તરમાં છે. જેમાં ચીન જેવા એનક દેશો વસેલા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પ્લેટ ઉત્તર--પૂર્વ દિશામાં યૂરેશિયન પ્લેટની તરફ વધી રહી છે. જો આ પ્લેટ એકબીજા સાથે અથડાય છે તો ભૂંકપનું કેન્દ્ર ભારતમાં બને છે.