ખાનગી ક્ષેત્રની મુખ્ય બેંક કોટક મહિંદ્વા બેંક (Kotak Mahindra Bank)એ પોતાના ગ્રાહકોને મેલ મોકલીને એલર્ટ કર્યું છે કે જો તમે સોશિયલ મીડિયા અથવા કોઇ બીજા માધ્યમથી એક મોબાઇલ એપ AnyDesk (એનીડેસ્ક) અથવા આ પ્રકારની કોઇ એપ ડાઉનલોડ કરવાની ભલામણ આપવામાં આવે છે તો આમ ક્યારેય કરશો નહી. આ એપને ડાઉનલોડ કર્યા બાદ બેંક એકાઉન્ટ પળભરમાં ખાલી થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકે જણાવ્યું છે કે 'અમને જાણવા મળ્યું છે કે UPI platform પર કેટલાક છેતરપિંડીવાળા લેણદેણ થયા છે. ફ્રોડ આ એપની મદદથી વિક્ટિમના મોબાઇલ ડિવાઇસ પર દૂરથી જ એક્સેસ કરીને બેકિંગ ટ્રાંજેક્શન કરે છે. થોડા દિવસો પહેલાં ભારતીય રિઝર્વ બેંક  (RBI) એ પણ નોટિફિકેશન જાહેર કરી આ એપ વિશે સાવધાન કર્યા હતા. 

વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ


છેતરપિંડી કેવી રીતે થાય છે
છેતરપિંડી વિક્ટિમને  AnyDesk નામની એપને પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની લાલચ આપે છે. વિક્ટિમના મોબાઇલ પર 9 ડિજિટની એપ કોડ જનરેટ થાય છે. જેમ કે ફ્રોડ આ કોડને પોતાના ડિવાઇસ પર ઇંસર્ટ કરે છે, છેતરપિંડીને વિક્ટિમના મોબાઇલ ફોનનો એક્સેસ મળી જાય છે. ફ્રોડ વિક્ટિમના મોઇબાઇલ ફોન વડે ટ્રાંજેક્શન કરી શકે છે. 

1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર


સુરક્ષાના ઉપાય
કોઇપણ એવી લિંક પર ક્લિક ન કરો જે નવા સોફ્ટવેર અથવા એપને ડાઉનલોડ કરવાનું કહે.
તમારા કોમ્યુટર અને મોબાઇલમાં એન્ટી-વાયરસ અને એન્ટી માલવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ જરૂર કરે. તેને અપડેટ કરતા રહો.
કોઇપણ એવા ઇમેલ એટેચમેન્ટને ન ખોલો, જેના વિશે તમને શંકા હોય. અજાણ્યા કોમ્યુટરનો ઉપયોગ ન કરો. તો સારું રહેશે. 
ઇન્ટરનેટ, ઇમેલ, એક્સર્ટનલ વેબસાઇટથી ડાઉનલોડ કરવામાં ફાઇલને 'run' કરતાં પહેલાં તેને સ્કેન કરો.
પોતાના બ્રાઉજરની ઓટોકમ્પ્લીટ સેટિંગને turn off રાખો, જેથી બ્રાઉજર તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર અને પાસવર્ડ સેવ ન કરી શકે.