નવી દિલ્હી: ઘણા રિપોર્ટમાં સામે આવ્યું છે કે દુનિયાભરમાં વર્ષ 2018 દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો આવ્યો છે. પરંતુ ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ 2018માં વધ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં દુનિયાભરમાં સૌથી સસ્તો મોબાઇલ ઇન્ટરનેટ ડેટા છે. તેની પાછળ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો (Reliacne Jio) ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. દેશમાં હાલ 1 GB મોબાઇલ ઇન્ટરનેટની સરેરાશ કિંમત 18.5 રૂપિયા છે, જ્યારે દુનિયામાં આ સરેરાશ 600 રૂપિયાની છે. આ આંકડા ફક્ત ડોટ કો ડોટ યૂકે દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેબલ ડોટ કો ડોટ યૂકે ઇન્ટરનેટની તુલનામાં કરનાર શોધ કંપની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં 18.5 રૂપિયાનું 1 GB ઇન્ટરનેટ
કંપનીના રિપોર્ટ અનુસાર દેશમાં 1 GB મોબાઇલ ડેટાની સરેરાશ કિંમત 0.26 ડોલર (લગભગ 18.5 રૂપિયા) છે. જ્યારે બ્રિટનમાં આ સરેરાશ 6.66 ડોલર (470 રૂપિયા) અને અમેરિકામાં 12.37 (875 રૂપિયા) ડોલર છે. કંપનીના આ આંકડા 230 દેશોમાં મોબાઇલ ઇન્ટરનેટૅના દરનું આકલન કરીને જાહેર કર્યા છે. દુનિયાભરમાં 1 GB મોબાઇલ ઇન્ટરનેટ એવરેજ પ્રાઇસ 8.53 ડોલર (લગભગ 630 રૂપિયા) છે. તમને જણાવી દઇએ કે ભારત 43 કરોડ સ્માર્ટફોન યૂજર્સની સાથે ચીન બાદ બીજુ સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે. મોબાઇલ ઇન્ટરનેટના દર સૌથી મોંઘા ઝિમ્બાબ્વેમાં છે, અહીં 1 GB માટે 75.20 ડોલર (લગભગ 5,312) ચૂકવવા પડે છે.
AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ


ચીનમાં 700 રૂપિયામાં 1 GB ડેટા
ભારતમાં ભલે મોબાઇલ ઇન્ટરનેટના સસ્તા દર છે. પરંતુ પડોશી દેશ ચીનમાં 1 GB મોબાઇલ ઇન્ટરનેટ માટે યૂજર્સને 9.89 ડોલર (લગભગ 698 રૂપિયા) ચૂકવવા પડે છે. રિપોર્ટ અનુસાર સસ્તા દરે મોબાઇલ ઇન્ટરનેટ પુરૂ પાડનાર ટોચના 20 દેશોમાં અડધા એશિયાના છે. ભારત બાદ તેમાં શ્રીલંકા, મંગોલિયા, મ્યાંમાર અને બાંગ્લાદેશનો આવે છે. દક્ષિણ કોરિયામાં 1 GB મોબાઇલ ડેટાની સરેરાશ કિંમત 15.12 ડોલર (1,067 રૂપિયા) છે. 
જાણો જોઇન્ટ હોમ લોન લેવાના ફાયદા, ટેક્સ બેનિફિટ પણ મળે છે વધુ


ઝિમ્બાબ્વેમાં સૌથી મોંઘો ઇન્ટરનેટ ડેટા 
દુનિયાભરમાં સૌથી મોંઘો ઇન્ટરનેટ ડેટા ઝિમ્બામ્બેમાં છે. અહી 1 GB ડેટા માટે યૂઝરને 75.20 અમેરિકી ડોલર (5,270 રૂપિયા)ની ચૂકવણી કરવી પડે છે. મોંઘા ઇન્ટરનેટના મામલે ઇક્વેટોરિયલ ગિની અને સેંટ હેલેના બીજા અને ત્રીજા નંબર પર છે. બંને દેશોમાં 1 GB ડેટા માટે 50 અમેરિકી ડોલરથી વધુ (લગભગ 3700 રૂપિયા)ની ચૂકવણી કરવી પડે છે. સસ્તા દરની વાત કરીએ તો ભારત બાદ કિર્ગિસ્તાનમાં સૌથી વધુ સસ્તુ ઇન્ટરનેટ છે, અહીં 1 GB ડેટા માટે લગભગ 19 રૂપિયા આપવાના હોય છે. તો બીજી તરફ લગભગ 34 રૂપિયા ચૂકવવાના હોય છે. 

21 વર્ષની ઉંમરે બની સૌથી નાની ઉંમરની અરબપતિ, જુકરબર્ગને પણ પછાડ્યા


જિયો આવ્યા પછી બદલાઇ દુનિયા
ભારતમાં રિલાયન્સ જિયો (Reliance Jio) આવ્યા પછી પહેલાં ઇન્ટરનેટ દર મોંઘા હતા. ભારતીય બજારમાં રિલાયન્સ જિયોએ 5 સપ્ટેમ્બર 2016ના રોજ પોતાની સર્વિસ શરૂ કરી. ત્યારબાદ ઇન્ટરનેટના દરમાં ધરખમ ઘટાડો થયો. આ પહેલાં ભારતીય બજારમાં 1 GB 3G ડેટા માટે 250 રૂપિયા દર મહિને ચૂકવવા પડતા હતા. 2G માટે તે સમયે લગભગ 100 ચૂકવવા વસુલવામાં આવતા હતા. જિયો આવ્યા બાદ અન્ય કંપનીઓએ પણ ડેટાના ભાવ ઓછા કરવા પડ્યા.