નવી દિલ્હી : ડિજીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા ભારતીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. અમેરિકનો કરતાં ભારતીયો છ ગણો વધુ સમય મોબાઇલ પર વીતાવે છે. વર્ષ 2017માં કરાયેલા એક સર્વે મુબબ ભારતીયો સરેરાશ 50 કલાક એટલે કે 3000 મિનિટ મોબાઇલ પર અને 1200 મિનિટ ડેસ્કટોપ પર વીતાવે છે. જ્યારે હાઇટેક કહેવાતા અમેરિકામાં આંકડા ચોંકાવનારા છે. અમેરિકનો સરેરાશ માત્ર 500 મિનિટ જ મોબાઇલ પર ગાળે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સ્માર્ટફોન બજારમાં ભારતની ઓળખ વધી રહી છે. એટલે કે ભારત મોબાઇલ ક્ષેત્રે મોખરે થવાની તૈયારીમાં છે. ડાટા એનાલિટિક્સ કંપની કોમસ્કોરના રિપોર્ટ મુજબ ભારતીયોએ ડિજીટલ દુનિયામાં વીતાવેલા સમયમાં અંદાજે 90 ટકા જેટલો સમય મોબાઇલમાં પસાર કરે છે. જેમાં 98 ટકા વ્હોટ્સએપ પર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમસંગના સ્માર્ટફોનમાં કડાકો, લેવા માટે પડાપડી...


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ડાટા એનાલિટિક્સ કંપની કોમસ્કોરના આધારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ભારતીયો ઓનલાઇન મિનિટોમાં 89 ટકા સમય ફોન પર વીતાવે છે. કોમસ્કોરના આધારે મોટા ભાગના ભારતીયો સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં સૌથી વધુ સમય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પસાર કરે છે. 


આ પાંચ એપ સૌથી વધુ હોટ
વ્હોટ્સઅપ, ગૂગલ પ્લે, યૂ ટ્યૂબ, જીમેલ અને ગુગલ સર્ચ આ પાંચ મોબાઇલ એપ્સ હોટ છે. ઇન્સ્ટંટ મેસેજિંગ એપ્સ પર વીતાવેલા સમયમાંથી સૌથી વધુ ભારતીયો અંદાજે 98 ટકા લોકો વ્હોટ્સઅપ પર વીતાવે છે. બાકી વધેલા 2 ટકા સમય ફેસબુક મેસેન્જર પર વીતાવે છે. તો અમેરિકામાં માત્ર એક ટકો જ સમય લોકો વ્હોટ્સઅપને આપે છે. 


વિકાસશીલ દેશોમાં મોબાઇલનો ઉપયોગ વધુ
જ્યાં એક તરફ ભારતીયઓ ઓનલાઇન સમય પૈકી 89 ટકા સમય ફોન પર વીતાવે છે. તો મેક્સિકોમાં લોકો 80 ટકા જ્યારે આર્જેન્ટિનામાં 77 ટકા સમય લોકો ફોન પર વીતાવે છે. ઇન્ડોનેશિયામાં આ આંકડા 89 ટકા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં આ સસ્તા ડેટા પ્લાન અને વોઇસ પ્લાનથી શક્ય બન્યું છે.