નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ (instagram) એક નવું ફીચર લઈને આવ્યું છે, જેમાં તમે પોતાની પોસ્ટની ફેવરેટ કોમેન્ટને પિન કરી શકો છે. પિન કર્યા બાદ તે કોમેન્ટ્સ થ્રેડમાં સૌથી ઉપર દેખાશે. જો તમે ફેસબુક કે ટ્વીટર પર પિન પોસ્ટ કે ટ્વીટરનું ફીચર યૂઝ કર્યું છે તો આ તે પ્રકારનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્સ્ટાગ્રામનું આ ફીચર છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં તેને લિમિટેડ યૂઝરને આપવામાં આવ્યું હતું, પરંતુ હવે કંપનીએ તેને બધા ઇન્સ્ટાગ્રામ યૂઝરો માટે જારી કરી દીધું છે. 


ઇન્સ્ટાગ્રામે કહ્યું છે, 'આજે અમે બધા માટે  Pinned Commetsનું ફીચર જારી કરી રહ્યાં છીએ. તેનો મતલબ છે કે તમે ફીડ પોસ્ટના ટોપ પર કોમેન્ટ્સ પિન કરી શકો છે અને સારી રીતે કન્વર્ઝેશનને મેનેજ કરી શકો છો.'


ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને પિન કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો


હેકર્સના નિશાના પર MS Office યૂઝરો, 62 દેશોને બનાવ્યા શિકાર


- જે કોમેન્ટને પિન કરવા ઈચ્છો છો તેને લોન્ગ પ્રેસ કરી શકો છો અથવા લેફ્ટ સ્વાઇપ કરી શકો છે. આ ઘણીવાર તમારી ડિવાઇસ પર ડિપેન્ડ કરે છે. 


- હવે તમને  Pin આઇકોન મળશે, રિપોર્ટ, ડિલીટ અને રિપ્લાઈનો ઓપ્શન મળશે, 


- પિન આઇકોનને પ્રેસ કરવાનો છે, ત્યારબાદ ત્યાં એક નોટિફિકેશન મળશે. અહીં જણાવવામાં આવશે કે તમે 3 કોમેન્ટને ટોપ પર પિન કરી શકો છો. પિન કરતા તે યૂઝરને નોટિફિકેશન મળશે જેણે તે કોમેન્ટ કરી છે. 


- પિન કોમેન્ટ્ને આ રીતે હટાવી પણ શકાય છે અને બીજી કોમેન્ટને પણ પિન કરવાની આ રીત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube