ઝી મીડિયા/બ્યૂરો :હાલ ટેકેનોલોજીની દુનિયામાં iPhone 12ની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સમગ્ર દુનિયામાં સ્માર્ટફોન પ્રેમી iPhone 12 વિશે વાત કરતા દેખાય છે. પરંતુ હજી પણ લોકોનું ધ્યાન એ વાત પર નથી ગયું કે, iPhone 12 ના રિપેર કરવાનો કેટલો ખર્ચ થશે. જો ભૂલથી પણ iPhone 12 ની સ્ક્રીન તૂટી ગઈ તો સમજી લો કે, આફત આવી ગઈ. જાણકારોનું કહેવું છે કે, જેટલા રૂપિયામાં નવા iPhone 12 ની સ્ક્રીન આવશે, તેટલા રૂપિયામાં તમે કોઈ નવો સ્માર્ટફોન ખરીદી શકશો. ત્યારે iPhone 12 ના રિપેરીંગ સાથે જોડાયેલી નવી વાતો જાણી લો. 


આ પણ વાંચો : ભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર સ્ક્રીન બદલવાનો ખર્ચ થશે 21 હજાર રૂપિયા
અમારી સહયોગી વેબસાઈટ  zeebiz.com ના અનુસાર, અમેરિકામાં iPhone 12 અને iPhone 12 Pro પર એક નવી સ્ક્રીન લગાવવાની કિંમત $279 (લગભગ 21000 રૂપિયા) થશે. આટલા રૂપિયામાં તમે ભારતમાં બીજો કોઈ સ્માર્ટફોન ખરીદી શકશો. એપ્પલ (Apple) ની યુએસ વેબસાઈટ પર લિસ્ટેડ કિંમતોના અનુસાર, iPhone 12 ડિવાઈસ તૂટવા પર 'Other damage' માં વધુ ખર્ચો આવ્યો તો તે તમને 449 ડોલર ( અંદાજે 33,000 રૂપિયા) થી વધુ રૂપિયા ચૂકવવા પડશે. આમ, iPhone 12 Pro ની રિપેરીંગ કોસ્ટ 549 ડોલર ( અંદાજે 40,300) થશે. જોકે, AppleCare+ ની સાથે તેના માત્ર 99 ડોલર ( અંદાજે 7,250 રૂપિયા) આપવાના રહેશે અને બેટરી રિપ્લેસમેન્ટનો ખર્ચ 69 ડોલર ( અંદાજે 5000 રૂપિયા ) આવશે. 


આ પણ વાંચો : હોલિવુડની એક્ટ્રેસે મા લક્ષ્મીનો ફોટો શેર કરીને સૌને ચોંકાવ્યા, સાથે લખ્યું કે...   


સ્ટાન્ડર્ડ iPhone 12 ના આઉટ ઓફ વોરન્ટી થયા બાદ તેના ડિસ્પ્લે રિપ્લેસ કરાવવા માટે તમને 279 ડોલર (અંદાજે 20500 રૂપિયા) ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત iPhone 12 Pro અને iPhone 12 Pro Max માટે નવી સ્ક્રીન લગાવવાનો ખર્ચ હજી પણ વધી જશે. જોકે, બાકી બંને ડિવાઈસની સ્ક્રીન રિપ્લેસમેન્ટ પર આવવાનો ખર્ચની માહિતી એપ્પલની તરફથી શેર કરવામાં આવી નથી. આ ઉપરાંત iPhone 12 Mini ના નાની સ્ક્રીનને પગલે આ સ્ક્રીન રિપ્લેસમેન્ટ કોસ્ટ iPhone 12 થી થોડો ઓછો આવે છે.