Flipkart End of Season sale: ફ્લિપકાર્ટ પર એન્ડ ઓફ સીઝન સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં તમે ઘણા iPhones પર શાનદાર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમે iPhone 14 Plus, iPhone 15, iPhone 15 Pro જેવા ઘણા ફોન્સ પર સીધા ડિસ્કાઉન્ટની સાથે સાથે બેંક ઓફર્સનો પણ ફાયદો ઉઠાવી શકો છો. આ સેલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને 8 જૂન સુધી ચાલશે. આવો જાણીએ આ ડીલ કેવી રીતે કરે છે કામ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીત્યા, આ છે અંદરની વાત


ફ્લિપકાર્ટના એન્ડ ઓફ સીઝન સેલમાં iPhone 14 Plusનું સૌથી સસ્તું મોડલ (128GB)ની કિંમત માત્ર 61,999 રૂપિયા છે. જ્યારે તેની અસલી કિંમત 79,000 રૂપિયા હતી. એટલે કે ફ્લિપકાર્ટ પર તમે પુરા 17,901નો ફાયદો થઈ રહ્યો છે. જો તમે iPhone 14 લેવા માંગો છો અને તમારે થોડી મોટી સ્ક્રીન અને બેટરી જોઈએ તો તમારા માટે આ બેસ્ટ મોકો છે. સાથે HDFC બેકના EMI ઓપ્શન પર તમને 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.


લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!


iPhone 14 Offer
રેગુલર iPhone 14 ની કિંમત ₹56,999 છે. પરંતુ જો તમે થોડા વધુ પૈસા ખર્ચી શકો તો મારા મતે iPhone 15 લેવો વધુ સારું રહેશે. ખાસ કરીને જો તમે તમારો જૂનો ફોન વેચવાનું વિચારી રહ્યા છો, તો તમને વધુ ફાયદો મળી શકે છે કારણ કે તમે જૂના ફોનમાંથી મળેલા પૈસાનો ઉપયોગ નવો iPhone ખરીદવા માટે કરી શકો છો.


ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર ઘેલમાં! એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ


iPhone 15 Offers
તમને iPhone 15 માં ઝડપી પ્રોસેસર અને વધુ સારો કેમેરો મળશે અને હા, જો તમારું બજેટ સૌથી વધુ છે, તો iPhone 15 Pro સૌથી શક્તિશાળી વિકલ્પ છે. પરંતુ તમારું બજેટ થોડું ઓછું હોવા છતાં નિયમિત iPhone 15 તમારા માટે સારું રહેશે. ફ્લિપકાર્ટ સેલમાં તેની કિંમત ઘટીને ₹70,999 થઈ ગઈ છે, જે તેની લોન્ચ કિંમત ₹79,900 કરતાં ઓછી છે.


13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ વધશે


iPhone 15 Pro અને iPhone 15 Pro Max પર ઑફર્સ
iPhone 15 Pro ની કિંમત ₹1,27,990 છે, જે ₹1,34,900 ની લોન્ચ કિંમત કરતાં ઓછી છે. જ્યારે iPhone 15 Pro Maxની કિંમત ₹1,48,900 છે, જે ₹1,59,900 ની લોન્ચ કિંમત કરતાં ઓછી છે. જો તમે થોડી ઓછી કિંમતે ફોન ખરીદવા માંગતા હોવ તો iPhone 15 Pro પૂરતું છે. વાસ્તવમાં, બંને ફોનનું પ્રદર્શન લગભગ સમાન છે. માત્ર પ્રો મેક્સમાં થોડી મોટી સ્ક્રીન અને બેટરી છે. ઉપરાંત, પ્રો મેક્સમાં 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ છે જ્યારે પ્રોમાં 3x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ છે. અન્ય તમામ ફીચર્સ બંને ફોનમાં સમાન છે.